Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Child Marriage। મુંબઈમાં બાળ લગ્ન અને સગીરા પર અમાનુષી અત્યાચાર ગોવંડીમાંથી ૨૬ વર્ષનો પતિ જેલભેગો, સાસુસસરા ફરાર

Mumbai Child Marriage। ગોવંડીના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ વિરૂદ્ધ પોક્સો (POCSO) તેમજ બાળ લગ્ન પ્રતિબંધક કાયદા હેઠળ FIR; પીડિતાને હેમખેમ છોડાવી તપાસ તેજ કરાઈ.

Mumbai Child Marriage। મુંબઈમાં બાળ લગ્ન અને સગીરા પર અમાનુષી અત્યાચાર ગોવંડીમાંથી ૨૬ વર્ષનો પતિ જેલભેગો, સાસુસસરા ફરાર

Mumbai Child Marriage। મુંબઈમાં બાળ લગ્ન અને સગીરા પર અમાનુષી અત્યાચાર ગોવંડીમાંથી ૨૬ વર્ષનો પતિ જેલભેગો, સાસુસસરા ફરાર

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Child Marriage। મુંબઈના પૂર્વીય ઉપનગરમાં આવેલા ગોવંડી પરિસરમાં કાયદાના લીરેલીરા ઉડાવીને એક સગીર વયની કન્યાના બાળ લગ્ન કરાવી દેવા અને ત્યારબાદ તેના પર અમાનુષી શારીરિકમાનસિક અત્યાચાર ગુજારવાનો અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિવાજી નગર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને સગીરાના ૨૬ વર્ષીય પતિની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ ગેરકાયદેસર લગ્ન કરાવનારા અને પીડિતાને ત્રાસ આપનારા તેના સાસુસસરાને પોલીસે વોન્ટેડ (ફરાર) જાહેર કર્યા છે.

૧૭ વર્ષની સગીરા સાથે ૨૬ વર્ષના યુવકે કર્યા ગેરકાયદેસર લગ્ન, સાસરિયાઓને બધી ખબર હતી

શિવાજી નગર પોલીસ સ્ટેશનમાંથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, ફરિયાદી પીડિત કન્યા (ઉંમર ૧૭ વર્ષ) ગોવંડી વિસ્તારની રહેવાસી છે. તેના લગ્ન કાયદાકીય રીતે લગ્નની લઘુત્તમ ઉંમર (૧૮ વર્ષ) પૂરી થઈ ન હોવા છતાં, ૨૬ વર્ષના આરોપી યુવક સાથે કરાવી દેવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, લગ્ન સમયે છોકરી સગીર વયની છે તે વાતની આરોપી પતિ અને તેના માતા-પિતા (સાસુ-સસરા) ને સંપૂર્ણ જાણ હતી, છતાં તેમણે ભારતીય કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરીને આ ગેરકાયદેસર લગ્ન કરાવ્યા હતા.

મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધો બાંધવા અને ઘરકામ બાબતે ટોણા મારી અત્યાચાર ગુજારવાનો આક્ષેપ

પીડિત સગીરાએ પોલીસને આપેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, લગ્ન બાદ તેનો પતિ તેની નાની ઉંમરનો ગેરફાયદો ઉઠાવીને અવારનવાર તેની મરજી વિરૂદ્ધ પરાણપૂર્વક શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કરતો હતો અને અત્યાચાર ગુજારતો હતો. આ સિવાય, ઘરકામ અને અન્ય પારિવારિક બાબતોને લઈને પતિ તેમજ સાસુ-સસરા બંને ભેગા મળીને તેને સતત ટોણા મારતા હતા અને માનસિક તેમજ શારીરિક રીતે પ્રતાડિત કરતા હતા. સાસરિયાઓનો આ અસહ્ય ત્રાસ અને અત્યાચાર હદ બહાર વધી જતાં, આખરે હિંમત કરીને સગીરા શિવાજી નગર પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોતાની આપવીતી જણાવી હતી.

પતિ વિરૂદ્ધ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ, ફરાર સાસુ-સસરાને પકડવા ટીમો રવાઈ

શિવાજી નગર પોલીસે સગીરાની ફરિયાદને અત્યંત ગંભીરતાથી લઈને પરિવારના ત્રણેય સભ્યો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (POCSO Act – પોક્સો) અને બાળ લગ્ન પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્વરિત દરોડો પાડીને ૨૬ વર્ષીય આરોપી પતિની ધરપકડ કરી લીધી હતી. કેસ નોંધાતા જ સગીરાના સાસુ-સસરા ઘર બંધ કરીને ફરાર થઈ ગયા છે. તેમને ઝડપી લેવા માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરાયા છે અને ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
India T20I squads for ENG, IRE series ટીમ ઈન્ડિયાની મોટી જાહેરાત શ્રેયસ અય્યર બન્યો નવો T20I કેપ્ટન, ૧૫ વર્ષના વિસ્ફોટક બેટર વૈભવ સૂર્યવંશીને પણ મળ્યું સ્થાન; BCCI એ જાહેર કરી ૩ ટીમો

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version