આજના મુંબઈના મોસમ સંદર્ભે મોસમ વિભાગની આ છે આગાહી. Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો : Dr. Mayur Parikh 4 years ago ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22 જુલાઈ 2021 Join Our WhatsApp Community ગુરૂવાર. મોસમ વિભાગે 22 જુલાઈ 2021 ના રોજ સવારે આઠ વાગે માહિતી પ્રસારિત કરી છે જે મુજબ મુંબઇ શહેરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. શહેરમાં અલગ અલગ ઠેકાણે અતિભારે થી પણ વધુ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મુંબઇ શહેરમાં ૪૦ થી ૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રહેશે. આજે મુંબઈ શહેર પર સવાર સવારમાં મોટું જોખમ. વરસાદ માટે રેડ એલર્ટ અને આટલા વાગે આવશે મોટી ભરતી આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ સાડા ચાર મીટર ઉંચી ભરતી રહેવાની છે. ગત ૨૪ કલાક દરમિયાન મુંબઈ શહેરમાં ૭૫ મીમી વરસાદ પડયો છે. જ્યારે કે પશ્ચિમ ઉપનગર વિસ્તારમાં ૬૦ મીલીમીટર અને પૂર્વીય ઉપનગર વિસ્તારમાં 71 મિલીમીટર વરસાદ પડ્યો છે.