ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 માર્ચ 2021
મુંબઈ શહેરમાં ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં જળબંબાકાર થઈ જાય છે. આમાંનો એક વિશ્વવિખ્યાત વિસ્તાર એટલે હિંદમાતા જંકશન. અહીં જબરજસ્ત પાણી ભરાવાને કારણે મુંબઈ શહેરને દર વર્ષે વેઠવું પડે છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ સંદર્ભે અનેક પગલાં લીધા અને લખલૂટ ખર્ચ કર્યા. પરંતુ તેનો કોઇ જ પર્યાય નીકળ્યો નહીં. હવે મુંબઈ મહાનગરપાલિકા એક નવો રસ્તો કરવા જઈ રહી છે જે મુજબ હિંદમાતા નજીક બે પબ્લિક ગ્રાઉન્ડ ની નીચે મોટી પાણીની ટાંકીઓ મુકવામાં આવશે. આ પાણીની ટાંકીઓમાં ચોમાસાનું પાણી ભરાઈ જશે જેથી હિંદમાતા માં પાણી નહિ ભરાય.]
એક પછી એક તુક્કા લગાડનારી મુંબઈ મહાનગરપાલિકા વધુ એક તુક્કો લગાડવા જઈ રહી છે.
