Site icon

મુંબઈની એસી લોકલ ટ્રેનમાં મફતિયા પ્રવાસીઓ નો રાફડો ફાટ્યો, બે-પાંચ નહીં આટલા હજાર લોકો મફતમાં પ્રવાસ કરતા પકડાયા. 

 News Continuous Bureau | Mumbai

એસી લોકલ (Mumbai AC local) મુસાફરોની સંખ્યામાં વધારો કરવા માટે, રેલ્વેએ મે 2022માં આ ટ્રેનો(local train) ની ટિકિટના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આ પછી મધ્ય(Central) અને પશ્ચિમ(Western) બંને માર્ગો પર એસી લોકલ સેવાઓમાં વધારો થયો હતો અને સમય જતાં એસી લોકલમાં મુસાફરો(Commuters)ની સંખ્યામાં પણ વધારો થયો હતો. પરંતુ હવે એસી લોકલમાં ટિકિટ વિના(Ticket less) મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. 

Join Our WhatsApp Community

એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે રેલવે દ્વારા લગભગ 22 હજાર 300 ટિકિટ વિનાના મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેએ માહિતી આપી છે કે ઓક્ટોબરમાં સૌથી વધુ 6 હજાર 348 મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરતા પકડાયા હતા.

આ સમાચાર પણ વાંચો:  આખરે આ રાજનૈતિક પાર્ટી મુંબઈગરાઓની મદદે આવી- મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે મુંબઈમાં મુસાફરોને સીટબેલ્ટ નો ઉપયોગ કરવાની ફરજ પાડવી જોઈએ નહીં- હવે આંદોલન પણ કરશે

પશ્ચિમ રેલવે (Western railway) માર્ગ પર દરરોજ 79 લોકલ ટ્રેનો દોડે છે. એવું જોવામાં આવ્યું છે કે ઘણા મુસાફરો પાસે એસી લોકલ ટિકિટ નથી તો કેટલાક મુસાફરો ફર્સ્ટ કે સેકન્ડ ક્લાસ(First and second class) ની ટિકિટ સાથે બાંધછોડ કર્યા વિના એસી લોકલમાં મુસાફરી કરી રહ્યા છે. એસી લોકલમાં ટિકિટ ઈન્સ્પેક્ટર ન હોવાનો લાભ લઈને મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરી રહ્યા છે. ટિકિટ વિનાના મુસાફરો પાસેથી ઓછામાં ઓછો રૂ. 250નો દંડ અને મુસાફરીનું ભાડું વસૂલવામાં આવે છે.

પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એપ્રિલથી ઓક્ટોબર 2022ના સમયગાળા દરમિયાન એસી લોકલમાંથી ટિકિટ વિના મુસાફરી કરનારા 22 હજાર 300 મુસાફરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એપ્રિલની સરખામણીમાં ઓક્ટોબરમાં ટિકિટ વિનાના મુસાફરોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો: 2000 રૂપિયાની નોટનું શું થયું- અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ- શું છે કારણ- આરટીઆઇમાં થયા અનેક ખુલાસા

Mumbai attacks: મુંબઈ હુમલા પર ચિદમ્બરમની મોટી કબૂલાત, યુએસ વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઇસ ને લઈને કહી આવી વાત
Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Exit mobile version