ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ફેબ્રુઆરી 2021
ગત મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી અગાઉ ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ શહેરના તમામ વોર્ડની સરહદો બદલી હતી. જ્યારે કે કોંગ્રેસ પાર્ટીને નુકસાન પહોંચ્યું. આથી કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરી છે કે મુંબઈ શહેરના વોર્ડની વધુ એક વખત ફેર રચના કરવામાં આવે. જો કે કોંગ્રેસની આ માગણી પ્રત્યે શિવસેના આગ્રહી નથી. બીજી તરફ શિવસેનાએ માંગણી કરી છે કે મુંબઈ શહેરમાં જે વોર્ડનું મહિલા, એસસી અને એસટી નું રક્ષણ કરવામાં આવ્યું છે તેને વધુ પાંચ વર્ષ માટે ચાલુ રાખવામાં આવે. કોંગ્રેસ પાર્ટીએ આ વાતનો સખત વિરોધ નોંધાવ્યો છે.
આવો મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ભલે એક વર્ષ પછી હોય પરંતુ કાગળીયા ઉપર રાજનૈતિક સોગઠાબાજી શરૂ થઈ ગઈ છે.
