Site icon

મુંબઈમાં કોરોનાના આંકડા શેરબજારની જેમ! આજે શહેરમાં ફરી નવા કેસમાં આવ્યો ઉછાળો, મહાનગરપાલિકા ચિંતિત; જાણો આજના તાજા આંકડા અહીં 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

ગુરુવાર

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. શહેરમાં છેલ્લા બે દિવસથી નિયંત્રણમાં રહેલા દર્દીઓની સંખ્યામાં આજે ફરી નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બુધવારે 16,420 નવા કોરોનાના કેસ મળી આવ્યા છે. મંગળવારની સરખામણીએ ગઈકાલે લગભગ 5,000 વધુ કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. કોરોનાના દર્દીઓની આ સંખ્યાને કારણે પાલિકા વહીવટીતંત્રની ચિંતા વધી છે અને નાગરિકોએ તેમની કાળજી લેવી ફરજિયાત બની છે.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 16,420 નવા કોરોના કેસ નોંધાયા છે અને 7 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 9,56,287 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,420 થઈ ગયો છે.   આ દરમિયાન 14,649 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે મુંબઈનો રિકવરી રેટ 87 ટકા યથાવત રહ્યો છે. મુંબઈમાં હાલમાં  1 લાખ 2 હજાર 282 સક્રિય દર્દી છે અને મુંબઈમાં દરદીઓની સંખ્યા બમણો થવાનો  સમયગાળો 36 દિવસનો થયો છે.

બુધવારે 67,339 પરીક્ષણો પછી 16,420 નવા દર્દીઓ નોંધાયા છે. તેમાંથી 13,793 દર્દીઓ એસિમ્પટમેટિક છે અને દિવસ દરમિયાન 916 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 98 દર્દીઓને ઓક્સિજન બેડ પર રાખવાની જરૂર પડી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર દિવસમાં મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે, બુધવારે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દર્દીઓની સંખ્યામાં ચાર દિવસના ઘટાડા બાદ હવે પાંચમા દિવસે સકારાત્મકતા દર 24.3% પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણની પણ આ જ સ્થિતિ છે. દર્દીઓમાં આ અચાનક વધારો મુંબઈવાસીઓ માટે ચિંતાનો વિષય છે.

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version