મુંબઇ કોરોનાની બીજી લહેરમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું છે ત્યારે શહેર માથે લોહીની અછતનું સંકટ તોળાઈ રહ્યું છે.
મુંબઈમાં પરિસ્થિતિ એટલી વિકટ છે કે લોહીનો મોટા પાયે સંગ્રહ કરનાર સરકારી બ્લડ બેન્કોના ફ્રિઝ ખાલીખમ છે.
એક ગણતરી મુજબ અત્યારે સરકારી બ્લડ બેન્કોમાં લોહીનો એટલો જ સ્ટોક છે, જે માત્ર પાંચ દિવસ ચાલી શકે એમ છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં શહેરમાં બ્લડ ડોનેશનના લગભગ ૨૪૦૦ કેમ્પ યોજાય છે. પરંતુ છેલ્લા થોડાક મહીનાથી બ્લડ ડોનેશન કેમ્પ્સ સતત ઘટી રહ્યા છે.
સારા સમાચારઃ સરકારે કોરોનાની સારવારના ખર્ચાને આવકવેરામાંથી મુક્તિ આપી જાણો વિગત
