ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 1 મે 2021
શનિવાર
મુંબઈ શહેરમાં કોરોના ટેસ્ટિંગ દરમિયાન જેટલા લોકો પોઝિટિવ તરીકે તારવવામાં આવે છે તેમની ટકાવારીમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. મુંબઈ મહાનગરપાલિકાએ બહાર પાડેલા આંકડા મુજબ મુંબઇ શહેરમાં જેટલા ટેસ્ટ કરવામાં આવે તેના માત્ર ૯ ટકા લોકો પોઝીટીવ છે.
૧ એપ્રિલના રોજ આ દર અને 22 ટકા હતો. તેમજ 15 એપ્રિલ સુધી તે યથાવત રહ્યો. એટલે કે સો લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે ત્યારે 22 લોકોનો કોરોના પોઝિટિવ હતો. આજની તારીખમાં ૧૦૦ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવે ત્યારે માત્ર નવું લોકોના ટેસ્ટ રીઝલ્ટ પોઝિટિવ આવે છે.
થાણાની વેદાંત હોસ્પિટલ માં ચાર લોકોના મૃત્યુ, કિરીટ સોમૈયાએ આરોગ્ય મંત્રી નું રાજીનામું માગ્યું.
આનો સીધો અર્થ એ થાય છે કે મુંબઈ શહેરમાં પરિસ્થિતિ ઝપાટાભેર સુધરી રહી છે.