Site icon

સંભાળજો- મુંબઈનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ દર આટલા ટકા પર પહોંચી ગયો- જાણો વિગત

Mumbai reports zero Covid cases

કોરોના મુક્ત થયું મુંબઈ! પાલિકાની મહેનત રંગ લાવી, રોગચાળો શરૂ થયા પછી પહેલીવાર ઝીરો કોવિડ કેસ

News Continuous Bureau | Mumbai 

સમગ્ર રાજ્યમાં હાલ સૌથી કોરોનાના કેસ(Corona case) મુંબઈમાં(Mumbai) નોંધાઈ રહ્યા છે. મુંબઈ હાલ વીકલી 16 ટકાના પોઝિટિવ રેટ(Positive rate) સાથે રાજ્યના દૈનિક કેસમાં(daily case) અગ્રેસર છે. રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરીના(Additional Chief Secretary) કહેવા મુજબ મુંબઈનો પોઝિટિવિટિ રેટની સકારાત્મકતા દર 30 ટકાથી વધુ હોવો જોઈએ કારણ અનેક ઘરે જ ટેસ્ટ કરે છે અને પછી રિપોર્ટની જાણ કરતા નથી.

Join Our WhatsApp Community

એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. પ્રદીપ વ્યાસના(Dr. Pradeep Vyas) કહેવા મુજબ થોડા દિવસો પહેલા રાજ્યમાં દરરોજ 200 થી 300 દર્દીઓ(Patients) આવતા હતા. હવે 36 ટકાના વધારા સાથે દરરોજ 4,000 દર્દીઓ છે. અને આમાંથી 90 ટકા દર્દીઓ મુંબઈ, પુણે, થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાના(Palghar district) છે. હાલમાં, 25,000 સક્રિય દર્દીઓ છે જેમાંથી 22 વેન્ટિલેટર સપોર્ટ(Ventilator support) પર છે. દેશમાં 81,000 સક્રિય દર્દીઓ છે, જેમાંથી 25,000 એકલા મહારાષ્ટ્રના છે.

આ સમાચાર પણ વાંચો : વરસાદની ગેરહાજરીમાં મુંબઈ સહિત રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી- મુંબઈગરા પર પાણીકાપનું સંકટ- જાણો વિગત

રાજ્યના આરોગ્ય વિભાગ(Department of Health) દ્વારા બહાર પાડવામાં આવેલા વીકલી રીપોર્ટ મુજબ, રાજ્યનો એકંદર પોઝિટિવ રેટ દર છેલ્લા બે અઠવાડિયામાં 4.71 ટકાથી વધીને 10.64 ટકા થયો છે. મુંબઇ મેટ્રોપોલિટન રિજન(Mumbai Metropolitan Region), જેમાં પાલઘર(Palghar) અને થાણેનો(Thane) પણ સમાવેશ થાય છે, તે મુખ્ય ફાળો આપનાર છે. 15 અને 21 જૂનની વચ્ચે રાજ્યભરમાં નોંધાયેલા 26,344 કેસમાંથી મુંબઈમાં 14,146 કેસ, થાણેમાં 6,183 કેસ અને પાલઘરમાં 757 નવા કોવિડ કેસ નોંધાયા છે.

મુંબઈમાં પોઝિટિવિટી રેટ લગભગ 30 ટકાની રેન્જમાં છે કારણ કે ઘરે જ ટેસ્ટ કરનારા ઘણા લોકો પોઝિટિવ રિપોર્ટની જાણ કરતા નથી. જો કે, રિપોર્ટ પોઝીટીવીટી 16 ટકાની આસપાસ રહે છે. રાજ્યના અન્ય ભાગોની સરખામણીમાં MMR વધુ કોવિડ કેસ વધુ  છે. એકવાર કેસ વધ્યા પછી મૃત્યુ દર પણ વધશે.

Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Amit Satam: “કહો, આ મતચોરી છે કે વોટ જિહાદ?”; ભાજપનો વિપક્ષને કટાક્ષભર્યો સવાલ, આપ્યા આંકડા
Sakinaka murder: મુંબઈ: ખાવાનું ન લાવવા બદલ ૪ ટેક્સી ડ્રાઇવરોએ પોતાના જ સાથીને ઢોર માર મારીને હત્યા કરી, વિસ્તારમાં ખળભળાટ
Exit mobile version