ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે 2021
ગુરુવાર
મુંબઈ મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે કે ૬૦ વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનો 17, 18 તેમજ 19 તારીખે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા વગર સીધા વેક્સીનેશન સેન્ટર માં જઈને વેક્સિન મેળવી શકશે.
આ ઉપરાંત શારીરિક રીતે વિકલાંગ લોકોને પણ આ સુવિધા આ ત્રણ દિવસ સુધી આપવામાં આવી છે.
કોરોનાના કાળ વચ્ચે સમાજવાદી પાર્ટીના નેતા ડિફેમેશન કેસમાં ફસાયા
આ ઉપરાંત જે વ્યક્તિઓએ વેક્સિન લીધી છે તેમને બીજો રસીનો ડોઝ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી.
આ સુવિધા માત્ર ત્રણ દિવસ સુધી જ રાખવામાં આવી છે જેથી વહેલામાં વહેલી તકે લોકો નો વેક્સિનેશન કાર્યક્રમ પૂરો કરી શકાય.
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ સંદર્ભે નો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.