Site icon News Continuous Bureau | Mumbai

Mumbai crime : મુંબઈમાં 63 વર્ષીય મહિલાનું ગળું દબાવી હત્યા, પોલીસને નોકર પર છે શંકા..

Mumbai crime : મુંબઈના સૌથી હાઈપ્રોફાઈલ અને સલામત વિસ્તારો પૈકીના એક નેપિયન સી રોડ પર સ્થિત એકાંત હાઈટ્સ બિલ્ડિંગમાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને નોકર પર શંકા છે જેને વૃદ્ધ દંપતીએ થોડા દિવસ પહેલા જ રાખ્યો હતો. તે હાલમાં ગુમ છે. પોલીસ બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને આ કેસમાં સંબંધિત લોકોની પૂછપરછ કરી રહી છે.

Mumbai crime 63-yr-old woman found dead in Malabar Hill apartment

Mumbai crime 63-yr-old woman found dead in Malabar Hill apartment

   News Continuous Bureau | Mumbai  

Mumbai crime : મુંબઈમાં 63 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા ( murder ) નો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ મામલો દક્ષિણ મુંબઈ  ( south Mumbai ) ના નેપિયન સી રોડ વિસ્તારનો છે, જ્યાં ઘણા મોટા ઉદ્યોગપતિઓ અને નેતાઓ રહે છે. વૃદ્ધ મહિલાનું નામ જ્યોતિ શાહ છે, અને તેના પતિની જ્વેલરીની દુકાન છે. છે. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Channel

પોલીસે આરોપીની શોધ શરૂ કરી

મલબાર હિલ ( Malabar Hill ) પોલીસે આઈપીસીની કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે. પોલીસ તપાસ દરમિયાન ત્યાં કામ કરતો નોકર હાલમાં ગુમ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓ બિલ્ડિંગના CCTV ફૂટેજની તપાસ કરી રહ્યા છે  અને ઉમેર્યું હતું કે તેઓને ગુનામાં પીડિતાની નવી ભરતી કરાયેલ નોકર પર સંડોવણીની શંકા છે.  

આ સમાચાર પણ વાંચો : Plane Crash in Russia: રશિયન મિલિટરી કાર્ગો પ્લેન થયું ક્રેશ, સવાર તમામ 15 મુસાફરો જીવતા ભૂંજાયા; જુઓ વિડીયો..

માતા એ જ કરી પુત્રીનું હત્યા 

દરમિયાન મુંબઈ શહેરમાં જ હજુ એક  હત્યાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક માતા એ જ તેની પુત્રીનું ગળું દબાવી હત્યા કરી હતી. ખરેખર, માતા તેની પુત્રીના પ્રેમ સંબંધોથી નારાજ હતી, આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન, મહિલાએ પિત્તો ગુમાવ્યો અને તેની 19 વર્ષની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી. હાલ પોલીસે આરોપી માતાની ધરપકડ કરી છે. સમગ્ર મામલો મુંબઈના નિર્મલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે.

 

Mumbai Diwali Fire Incidents મુંબઈમાં બે દિવસમાં દિવાળી દરમિયાન આગની 89 ઘટનાઓ અંધેરીમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં લિફ્ટમાં ફસાવાથી સિક્યોરિટી ગાર્ડનું મોત
Mumbai Local Train Disruption સવાર સવારમાં મુંબઈકરોના હાલ બેહાલ ફટાકાના કારણે રેલવે સિગ્નલને લાગી આગ
Mumbai Water Shortage મુંબઈમાં પાણીનું ગંભીર સંકટ તળાવોમાં જળસ્તર ઘટતા BMC એ રાજ્ય સરકાર પાસે માગ્યો વધારાનો જથ્થો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Exit mobile version