Mumbai Crime: મુંબઈમાં સગીર છોકરીની છેડતી બદલ 40 વર્ષીય ગુજરાતી નિર્માતા સામે પોક્સો હેઠળ કેસ નોંધાયો…. જાણો શું છે આ સંપુર્ણ મામલો…

Mumbai Crime: ડીએન નગર પોલીસે મંગળવારે એક 40 વર્ષીય ગુજરાતી ફિલ્મ અભિનેતા અને નિર્માતાની ધરપકડ કરી છે જેમાં તેણે 17 વર્ષની છોકરીને ફિલ્મમાં કામ કરવાની તક આપવાના બહાને કથિત રીતે છેડતી કરી હતી

Mumbai Crime A case under POCSO has been registered against a 40-year-old Gujarati producer for molesting a minor girl in Mumbai.

Mumbai Crime A case under POCSO has been registered against a 40-year-old Gujarati producer for molesting a minor girl in Mumbai.

News Continuous Bureau | Mumbai

Mumbai Crime: ડીએન નગર પોલીસે ( D N Nagar Police ) મંગળવારે એક 40 વર્ષીય ગુજરાતી ફિલ્મ અભિનેતા અને નિર્માતાની ( Gujarati film Producer ) ધરપકડ કરી છે. જેમાં તેણે 17 વર્ષની છોકરીને ( Young girl ) ફિલ્મમાં કામ કરવાની તક આપવાના બહાને સગીરની કથિત રીતે છેડતી ( molestation )    કરી હતી. આ અંગે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ ( POCSO ) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

સગીર ગુજરાતની રહેવાસી છે. આરોપી પણ ગુજરાતનો ( Gujarat ) રહેવાસી છે પરંતુ હાલ અંધેરીમાં ( Andheri ) રહે છે. આરોપી પીડિતાના કાકાનો ઓળખીતો હતો. કોઈ ફિલ્મમાં અભિનય કરવાની તક અપાવશે, તેવી આશાએ સગીરાનો આરોપી સાથે પરિચય થયો હતો. સોમવારે આરોપીઓએ અંધેરીમાં એક હોટલના રૂમમાં એકલી રહેલ સગીરાનો ફાયદો ઉઠાવીને તેની છેડતી કરી હતી. એવો આરોપ પોલિસ કેસમાં કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં આ ફિશીંગ બોટના સ્ટોરેજ રુમમાં ગેસ જનરેટ થતાં બે કામદારોના મોત… આટલા લોકો થયા ઘાયલ..

 સગીરની ફરિયાદ બાદ પોલિસે કેસ નોંધ્યો…

સગીરની ફરિયાદ બાદ, પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 354 (તેની નમ્રતા પર અત્યાચાર કરવાના હેતુથી હુમલો) અને POCSO (બાળકોનું રક્ષણ) કલમ 8 (જાતીય સતામણી), 12 (બાળક પર જાતીય હુમલો) હેઠળ કેસ નોંધ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારી મિલિંદ કુરડેએ જણાવ્યું હતું કે, “આ વ્યક્તિએ ગુજરાતનો અભિનેતા અને નિર્માતા હોવાનો દાવો કર્યો છે. ” તેણે હોટલના રૂમમાં સગીરા પર જાતીય હુમલો કર્યો હતો.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version