Site icon

Mumbai Crime: મલાડમાં અગ્નિવીરની તાલીમ લઈ રહેલી મહિલાએ નેવી હોસ્ટેલમાં કરી આત્મહત્યા.. ઉઠ્યા અનેક સવાલો.. જાણો વિગતે

Mumbai Crime: અગ્નિવીર માટે નૌકાદળમાં તાલીમ લઈ રહેલી 20 વર્ષીય મહિલાએ મંગળવારે કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટના સમયે મહિલા INS હમલામાં ટ્રેનિંગ હેઠળ હતી…

Mumbai Crime A woman who was undergoing Agniveer training in Malad committed suicide in the Navy hostel.. many questions were raised

Mumbai Crime A woman who was undergoing Agniveer training in Malad committed suicide in the Navy hostel.. many questions were raised

News Continuous Bureau | Mumbai

Mumbai Crime: અગ્નિવીર ( Agniveer ) માટે નૌકાદળ ( Navy ) માં તાલીમ ( training ) લઈ રહેલી 20 વર્ષીય મહિલાએ ( woman ) મંગળવારે કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા ( Suicide ) કરી લીધી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઘટના સમયે મહિલા INS હમલા ( INS Hamla ) માં ટ્રેનિંગ હેઠળ હતી. મુંબઈ પોલીસે ( Mumbai Police ) જણાવ્યું કે માલવણી પોલીસે અકસ્માત મૃત્યુ રિપોર્ટ ( ADR ) નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની ઓળખ અપર્ણા નાયર તરીકે થઈ છે.

Join Our WhatsApp Community

અપર્ણા નાયરના રૂમમેટના જણાવ્યા મુજબ, જ્યારે રુમમેટ તેના રૂમમાં પાછી આવી અને વારંવાર દરવાજો ખખડાવ્યો, ત્યારે નાયરે દેખીતી રીતે જવાબ આપ્યો ન હતો. બાદમાં તેણે અન્ય છોકરીઓ અને હોસ્ટેલ સ્ટાફને જાણ કરી જેમણે દરવાજો તોડ્યો અને ત્યાં નાયરનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ નેવીના ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. જેમણે અપર્ણાની તપાસ કરીને તેને મૃત જાહેર કરી હતી.

 આ મામલે તેના પ્રેમીની પૂછપરછ કે ધરપકડ કરવામાં આવી નથી..

સૂત્રોના જણાવ્યા અનુસાર, અપર્ણાને કોઈની સાથે પ્રેમ સંબંધ હતો અને તે સંબંધમાં મુશ્કેરલીઓ આવતા તેણે બેડશીટની મદદથી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જો કે, આ મામલે તેના પ્રેમીની પૂછપરછ કે ધરપકડ કરવામાં આવી હોવાના કોઈ અહેવાલ નથી.

આ સમાચાર પણ વાંચોઃ Adani Group: માર્કેટ ખૂલતાની સાથે અદાણી ગ્રૂપના શેરોમાં આવ્યો 20% નો ઉછાળો… આ છે કારણ.. જાણો વિગતે અહીં..

અગ્નિવીર એ અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા સૈનિકો માટે વપરાતો શબ્દ છે. આ યોજનાની જાહેરાત 14 જૂન, 2022ના રોજ કરવામાં આવી હતી. સૈન્યમાં સેવા આપવાનો એકમાત્ર રસ્તો અગ્નિપથ યોજના છે. યોજના હેઠળ, સૈનિકો ચાર વર્ષ માટે સેવા આપે છે, જેમાં છ મહિનાની તાલીમ અને 3.5 વર્ષ તૈનાતનો સમાવેશ થાય છે. નિવૃત્તિ પછી, તેઓ સશસ્ત્ર દળોમાં પોતાની કામગીરી ચાલુ રાખવા માટે અરજી કરી શકે છે.

Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Mumbai demography change: સાવધાન! મુંબઈની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત કાવતરું? વિકાસ કે વોટબેંકની આંધળી દોટ?
Exit mobile version