Site icon

Mumbai Crime: મુંબઈના અંધેરીમાં એક મહિલાનું બે મિત્રો સાથેનું હાઈવોલ્ટેજ ધીંગાણું.. નશામાં ધુત બની કરી નાખ્યું કંઈક આવું.. 10 લોકો ઘાયલ… જાણો શું છે આ હાઈવોલ્ટેજ ડ્રામા.. વાંચો વિગતે…

Mumbai Crime : મુંબઈના અંધેરી વેસ્ટમાં અંબોલીમાં એક નશામાં ધૂત મહિલાએ તેના બે મિત્રો સાથે પબ સ્ટાફ અને સાત પોલીસ અધિકારીઓને માર માર્યો હતો.

An Andheri woman in Mumbai was assaulted by two friends, three drunken pub staff and seven policemen

An Andheri woman in Mumbai was assaulted by two friends, three drunken pub staff and seven policemen

News Continuous Bureau | Mumbai 

Mumbai Crime : મુંબઈ (Mumbai) ના અંધેરી (Andheri) પશ્ચિમમાં અંબોલીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. જ્યાં એક નશામાં ધૂત મહિલાએ તેના બે મિત્રો સાથે મળીને પબ સ્ટાફ (Pub Staff) અને પછી સાત પોલીસ અધિકારી (Police Officer) ઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના અંબોલી પોલીસ સ્ટેશનવિસ્તારમાં ‘લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ’ પબમાં પ્રકાશમાં આવી હતી
અંબોલી પોલીસ સ્ટેશનની હદમાં, ધીંગાણા કરતી મહિલા તેના બે મિત્રો સાથે ‘લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ’ પબમાં આવી હતી. પરંતુ મધરાતે બે વાગ્યે મહિલાએ પબ સ્ટાફને મારવાનું શરૂ કરી દીધું હતું. મહિલા શા કારણે મારવાનું શરુ કર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. ‘લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ’ પબના કર્મચારીઓએ મદદ માટે પોલીસને બોલાવી. અંબોલી પોલીસનું વાહન ત્યાં પહોંચ્યા બાદ અંદર ASI અને પોલીસ કોન્સ્ટેબલને મહિલા અને તેના બે સાથીઓએ માર માર્યો હતો. મહિલા અને તેના સાથીઓએ પોલીસને પણ માર માર્યો હતો.

Join Our WhatsApp Community

એક મહિલા પોલીસકર્મીને કરડી હતી

આ પોલીસકર્મીઓએ અંબોલી પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ કર્યા પછી, પોલીસ ઇન્સ્પેક્ટર મુકુંદ યાદવ, જેઓ નાઇટ ડ્યુટી પર હતા, મહિલા અધિકારીઓ સાથે બીટ માર્શલની કાર સાથે પબમાં પહોંચ્યા. મહિલાએ પોલીસ ઈન્સ્પેક્ટર મુકુંદ યાદવ પર પણ હુમલો કર્યો હતો. મહિલાએ મુકુંદ યાદવને માર માર્યો હતો. આ સાથે મહિલાએ મહિલા પોલીસ અધિકારીને કરડી હતી, જેમાં મહિલા પોલિસ અધિકારી ઘાયલ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો : આ દિવસે થશે વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો કોને થશે અસર

મહિલાના હુમલામાં સાત પોલીસકર્મીઓ સહિત 10 લોકો ઘાયલ થયા હતા

ધીંગાણા કરતી મહિલાના હુમલામાં સાત પોલીસ અધિકારીઓ અને ત્રણ પબ કર્મચારીઓ સહિત કુલ દસ લોકો ઘાયલ થયા હતા. મહિલાનો આખો હાઈવોલ્ટેજ ડ્રામા પબમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. અંબોલી પોલીસે પબ ‘લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ’ના સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે. અંબોલી પોલીસે મોટી ફોજ બોલાવી મહિલા અને તેના બે સાથીઓની અટકાયત કરી હતી. આંબોલી પોલીસે સંબંધિત મહિલા અને તેના સાથીઓની તબીબી તપાસ કરી આગળની કાર્યવાહી માટે અંબોલી પોલીસ સ્ટેશનમાં લાવી છે. ઉપરાંત, અંબોલી પોલીસે પબમાં ઘીંગાણા કરનાર મહિલાની બે કાર પણ જપ્ત કરી છે.
 

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version