Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Gold Fraud Case। મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો સોનાના વેપારીઓ સાથે ૩.૮ કરોડની ઠગાઈ કરનારો પશ્ચિમ બંગાળનો જ્વેલર ઝડપાયો

Mumbai Gold Fraud Case। દાગીના બનાવવાના બહાને ૨.૮ કિલો શુદ્ધ સોનું લઈને ભાગી ગયેલા સોનીને પોલીસે પૂર્વ વર્ધમાનમાંથી દબોચ્યો; સાન્તાક્રુઝના હોલસેલ વેપારીની ફરિયાદ બાદ એન્ટી એક્સ્ટોર્શન સેલે આચરી ગુપ્ત કામગીરી

Mumbai Gold Fraud Case। મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો સોનાના વેપારીઓ સાથે ૩.૮ કરોડની ઠગાઈ કરનારો પશ્ચિમ બંગાળનો જ્વેલર ઝડપાયો

Mumbai Gold Fraud Case। મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો સોનાના વેપારીઓ સાથે ૩.૮ કરોડની ઠગાઈ કરનારો પશ્ચિમ બંગાળનો જ્વેલર ઝડપાયો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Gold Fraud Case। મુંબઈના સોનાના હોલસેલ વેપારીઓ પાસેથી દાગીના બનાવવાના બહાને આશરે ૨.૮ કિલોગ્રામ ૨૪કેરેટનું શુદ્ધ સોનું મેળવીને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનારા પશ્ચિમ બંગાળના એક સોનીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સ્ટોર્શન સેલની ટીમે પશ્ચિમ બંગાળમાંથી ફિલ્મી ઢબે ઝડપી લીધો છે. ઠગાઈ આચરીને ભાગી ગયેલા આ આરોપીએ મુંબઈના ઘણા વેપારીઓને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા સોનાની વર્તમાન બજાર કિંમત આશરે ૩.૮ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

Mumbai Gold Fraud Case। કારખાના પર તાળું લટકેલું જોઈને કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો

ક્રાઈમ બ્રાન્ચમાંથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, આ કેસની તપાસ સાન્તાક્રુઝના એક સોનાના વેપારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી હતી. વેપારી ગ્રાહકોના ઓર્ડર મુજબ સોનાના કસ્ટમ દાગીના બનાવવા માટે પશ્ચિમ બંગાળના મૂળ નિવાસી આ જ્વેલરી મેન્યુફેક્ચરરને કટકે-કટકે ૧,૯૪૬ ગ્રામ શુદ્ધ સોનું સોંપ્યું હતું, જેની કિંમત ૨.૬ કરોડ જેટલી થતી હતી. આ કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે વેપારીએ તૈયાર થયેલી જ્વેલરી કલેક્ટ કરવા માટે આરોપીના કારખાના પર માણસ મોકલ્યો અને ત્યાં મોટું તાળું લટકી રહ્યું હતું. આરોપીનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો.

Mumbai Gold Fraud Case। સરકારી ઓળખપત્રના આધારે તપાસ કરતાં ઘર પણ ઉજ્જડ મળ્યું

પોતાની સાથે મોટો વિશ્વાસઘાત થયો હોવાની ખાતરી થતાં જ વેપારીએ કાયદાકીય મદદ લીધી હતી. આરોપીના સરકારી ઓળખપત્રના આધારે જ્યારે તેના રહેણાંક સરનામા પર તપાસ કરવામાં આવી, ત્યારે તે ઘર પણ ખાલી અને ઉજ્જડ મળી આવ્યું હતું. ગુનાની ગંભીરતાને જોઈને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સ્ટોર્શન સેલની ટીમે સમાંતર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આરોપીએ આ જ રીતે મુંબઈના અન્ય કેટલાક બુલિયન વેપારીઓ પાસેથી પણ આશરે ૮૦૦ ગ્રામ સોનું પડાવ્યું હતું અને કુલ ૨.૮ કિલો સોનું લઈને ભાગી ગયો હતો.

Mumbai Gold Fraud Case। ટેકનિકલ સર્વેલન્સની મદદથી પશ્ચિમ બંગાળમાં દરોડો પાડી આરોપી દબોચાયો

મોબાઈલ લોકેશન અને બાતમીદારોની મદદથી મુંબઈ પોલીસની એક વિશેષ ટીમ પશ્ચિમ બંગાળ રવાના થઈ હતી. સ્થાનિક પોલીસના સહયોગથી પોલીસે પશ્ચિમ બંગાળના પૂર્વ વર્ધમાન જિલ્લામાં દરોડો પાડીને મુખ્ય આરોપીને દબોચી લીધો હતો. પોલીસ હાલ આરોપીને મુંબઈ લાવીને કસ્ટડીમાં પૂછપરછ કરી રહી છે. તેણે ઓગળેલું સોનું ક્યાં છુપાવ્યું છે અથવા કોને વેચી દીધું છે, તેમજ આ આંતરરાજ્ય છેતરપિંડીમાં તેની સાથે અન્ય કેટલા લોકો સામેલ છે તેની સઘન તપાસ ચાલી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Traffic E Challan। ઈચલણથી બચવા મુંબઈના એજન્ટનો શાતિર કીમિયો પોતાના સ્કૂટર પર અન્ય વાહનનો નંબર લગાવી ફરતો આધેડ જેલભેગો

Mumbai Local Train Update પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને માહિમ વચ્ચે આજે રાત્રે લેવાશે જમ્બો બ્લોક, લોકલ ટ્રેન વ્યવહાર પ્રભાવિત થશે
Ghatkopar Railway Station મેટ્રો અને લોકલ ટ્રેન વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ બનશે, આ રેલવે સ્ટેશન પર નવું એલવેટેડ ડેક તૈયાર..
Maharashtra TET Exam Leak Case મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા, સ્પેશિયલ ટીમે આ રાજ્યમાંથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર ગુપ્તા
Massive Turnout Shivaji Park Student Support મુંબઈના શિવાજી પાર્કમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં વિશાળ જનમેદની ઉમટી, વહીવટી તંત્રમાં દોડધામ
Exit mobile version