Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Crime Branch Betting Racket મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ૫૦૦ કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર અને સટ્ટાબાજી નેટવર્કનો કર્યો પર્દાફાશ, ૧૨ આરોપીઓ ઝડપાયા

Mumbai Crime Branch Betting Racket ગોવાના કાલંગુટમાં આલીશાન વિલા પર દરોડો, દુબઈથી ઓપરેટ થતા રેકેટના ૧૦૦ કરોડ રૂપિયા બેંક ખાતામાં ફ્રીઝ કરાયા

Mumbai Crime Branch Betting Racket  મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ૫૦૦ કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર અને સટ્ટાબાજી નેટવર્કનો કર્યો પર્દાફાશ, ૧૨ આરોપીઓ ઝડપાયા

Mumbai Crime Branch Betting Racket મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ૫૦૦ કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર અને સટ્ટાબાજી નેટવર્કનો કર્યો પર્દાફાશ, ૧૨ આરોપીઓ ઝડપાયા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Crime Branch Betting Racket મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ૨ દ્વારા ગોવાના કાલંગુટ સ્થિત એક આલીશાન વિલા પર દરોડો પાડીને આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર ફ્રોડ અને ગેરકાયદે ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક (Cyber Betting Network) નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી ગુજરાત અને મુંબઈના ૧૨ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા છે.

Mumbai Crime Branch Betting Racket – મુંબઈથી ખોલાતા બોગસ ખાતા અને ૫૦૦ કરોડનું મની લોન્ડરિંગ

આ આંતરરાષ્ટ્રીય રેકેટનો ખુલાસો પાયધૂની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ (Technical Analysis) મારફતે થયો હતો. આરોપીઓ મુંબઈમાં બોગસ દસ્તાવેજોના આધારે ભાડાના બેંક ખાતાઓ (Mule Accounts) ખોલાવીને એક્ટિવેટેડ સિમ કાર્ડ મેળવતા હતા. આ ગેંગે છેલ્લા છ મહિનામાં રૂા. ૫૦૦ કરોડથી વધુનું મની લોન્ડરિંગ (Money Laundering) કર્યું છે, જેને પગલે પોલીસે વિવિધ બેંક ખાતાઓમાં જમા પડેલા આશરે રૂા. ૧૦૦ કરોડ ફ્રીઝ કરી દીધા છે.

Mumbai Crime Branch Betting Racket – દુબઈથી ઓપરેટ થતું નેટવર્ક અને કમિશન મોડેલ

તપાસમાં સામે આવ્યું છે કે આ આખું નેટવર્ક દુબઈથી (Dubai) ઓપરેટ કરવામાં આવતું હતું. જ્યાં “૧૦૦ પેનલ” અને “રુદ્રા” જેવી ઓનલાઈન એપ્લિકેશન્સ મારફતે કામ કરતા એજન્ટોને રૂા. ૩૫,૦૦૦ માસિક પગાર અને ૩ ટકા જેટલું કમિશન આપવામાં આવતું હતું. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ૧૫ લેપટોપ, ૮૫ મોબાઈલ ફોન, ૧૨૮ એટીએમ કાર્ડ, ૭૬ સિમ કાર્ડ, ૨૨ ચેકબુક અને ૭૭ પાસબુક જપ્ત કરી છે.

Mumbai Crime Branch Betting Racket – દેશભરમાંથી નોંધાયેલી ફરિયાદો અને આગળની તપાસ

પોલીસ દ્વારા જપ્ત કરાયેલા ડિજિટલ ઉપકરણોમાંથી મળી આવેલા ૧૫૦થી વધુ સક્રિય બેંક ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન (National Cyber Crime Helpline) પર દેશભરમાંથી ૮૩થી વધુ ગંભીર ફરિયાદો નોંધાયેલી છે. ક્રાઈમ બ્રાન્ચ હાલ આ કેસમાં સામેલ મુખ્ય વિદેશી સૂત્રધારો અને અન્ય કડીઓ શોધવા માટે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Local Train Assault Cyber Video મુંબઈ લોકલ ટ્રેનમાં પુરુષે મહિલાને જાહેરમાં ઢોર માર માર્યો, સહપ્રવાસીઓ તમાશો જોતા રહ્યા, વાયરલ વિડીયોથી વિવાદ

Mumbai Real Estate Mega Deal મંદી ક્યાં છે ભાઈ?? મુંબઈમાં ઉદ્યોગપતિ પરિવારે ફ્લેટ નહીં પણ આખો ટાવર ખરીદી લીધો! અધધ આટલા કરોડ માં થઈ ડીલ
Mumbai FDA Crackdown સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને એમેઝોન વેરહાઉસ પર FDA નો સપાટો! ગંદકી મળતાં ૧૦ સંસ્થાનોના ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
IIT Bombay Student Death વિદ્યાર્થી આત્મહત્યા કેસમાં દેશભરના IIT ફેકલ્ટી એકજૂટ પ્રો. સામેની કાર્યવાહી અને ‘મોબ ટ્રાયલ’ સામે દિલ્હીમદ્રાસના પ્રોફેસર્સ મેદાનમાં
Borivali Tree Trimming Death બોરીવલીમાં ઝાડ કાપતી વખતે ૩૦ ફૂટ ઊંચાઈએથી નીચે પટકાયો મજૂર, દર્દનાક મોત કોન્ટ્રાક્ટર સહિત ૪ સામે એફઆઈઆર દાખલ!
Exit mobile version