Site icon

Mumbai crime news : કુર્લા પોલીસની સરાહનીય કામગીરી, માત્ર 24 કલાકમાં અધધ 65.85 લાખની લૂંટ કરનાર ઓટો રિક્ષા ચાલકની કરી ધરપકડ..

Mumbai crime news Auto rickshaw driver held for robbing angadia of Rs 65.85 lakh in Kurla

Mumbai crime news Auto rickshaw driver held for robbing angadia of Rs 65.85 lakh in Kurla

News Continuous Bureau | Mumbai

Mumbai crime news : મુંબઈમાં કુર્લા પોલીસે  એક 50 વર્ષીય ઓટો ડ્રાઈવરની ધરપકડ કરી છે. જે કથિત રૂપે 66.85 લાખ રૂપિયાની મુસાફરની બેગ લઈને ભાગી ગયો હતો.  

Mumbai crime news રિક્ષા ચાલક પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ફરાર થઈ ગયો

મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ફરિયાદીએ 11 મેના રોજ એફઆઈઆર નોંધવા માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો.  પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી, જલગાંવના ભુસાવલના રહેવાસી, 55 વર્ષીય સુનીલ બરસુ ફિરકે, શનિવારે બિઝનેસ વિઝિટ માટે મુંબઈ આવ્યો હતો અને તેને 66.85 લાખ રૂપિયા ડિલિવરી ( Mumbai news ) કરવા માટે કુર્લા વિસ્તારની એક હોટલમાં જવાનું હતું. તેણે ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે એક ઓટો પકડી અને તે સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ પર પહોંચી, જ્યાં ફરીયાદી એક હોટલનું લોકેશન પૂછવા માટે નીચે ઉતર્યો. દરમિયાન કથિત રિક્ષા ચાલક પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ત્યાંથી ફરાર થઈ ગયો.

Mumbai crime news પોલીસે 30 થી 40 સીસીટીવીના ફૂટેજ સ્કેન કર્યા 

ફરીયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. બાદમાં પોલીસે ઘટનાની ચકાસણી કરી અને ભારતીય દંડ સંહિતાની કલમ 379 (ચોરીની સજા) હેઠળ અજાણ્યા રિક્ષા ચાલક સામે કેસ નોંધ્યો. ત્યારબાદ પોલીસે 30 થી 40 સીસીટીવીના ફૂટેજ સ્કેન કર્યા જ્યાં આ ઘટના બની હતી અને  અને રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર મેળવવામાં સફળતા મેળવી હતી. પોલીસે રિક્ષા માલિકના ઘરે ટ્રેસ કરી તેની પૂછપરછ કરી અને જાણવા મળ્યું કે તે રિક્ષા ચલાવતો ન હતો પરંતુ તેણે અન્ય ડરાઇવરને ચલાવવા માટે ભાડા પર આપી હતી.

આ સમાચાર પણ વાંચો: Maharashtra: મહારાષ્ટ્રનાં કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાની પહેલથી સ્થપાયેલી પ્રબોધિનીમાં જર્મન ભાષાની તાલિમ શરૂ થઇ.

Mumbai crime news પોલીસે ગોઠવ્યું છટકું 

રિક્ષાના માલિક દ્વારા આપવામાં આવેલ માહિતીના આધાર પર પોલીસે ગુંદાવલી વિસ્તારમાં છટકું ગોઠવીને તેને પકડી લીધો અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા. પૂછપરછ દરમિયાન, તેણે ગુનો કબૂલ્યો હતો અને પોલીસે તેની પાસેથી સો ટકા રોકડ ₹66.85 લાખ રિકવર કર્યા.  

 

Exit mobile version