Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Crime News। આરે કોલોનીમાં દારૂની મહેફિલ બાદ પત્નીની નજર સામે જ પ્રેમીનું ગળું કાપ્યું! પોલીસે જંગલમાંથી હત્યારા પતિને દબોચ્યો

Mumbai Crime News। મુંબઈના ગોરેગાંવમાં ગંભીર હત્યાકાંડ; અનૈતિક સંબંધોની શંકામાં પતિએ ઘરમાં જ પતાવી દીધો ખેલ, આરે પોલીસે ૩ કલાક ફિલ્મી ઢબે પીછો કરી આરોપીને ઝડપ્યો.

Mumbai Crime News। આરે કોલોનીમાં દારૂની મહેફિલ બાદ પત્નીની નજર સામે જ પ્રેમીનું ગળું કાપ્યું! પોલીસે જંગલમાંથી હત્યારા પતિને દબોચ્યો

Mumbai Crime News। આરે કોલોનીમાં દારૂની મહેફિલ બાદ પત્નીની નજર સામે જ પ્રેમીનું ગળું કાપ્યું! પોલીસે જંગલમાંથી હત્યારા પતિને દબોચ્યો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Crime News। મુંબઈના ગોરેગાંવ (પૂર્વ) વિસ્તારમાં આવેલી હરિયાળી આરે કોલોનીમાંથી એક હૃદયકંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ તેની પત્નીના કથિત પ્રેમીની, પત્નીની નજર સામે જ તીક્ષ્ણ છરી વડે ગળું કાપીને નિર્મમ હત્યા કરી નાખી છે. આ ભયાનક ઘટના બાદ ભાગી રહેલા આરોપીને આરે પોલીસે ગાઢ જંગલમાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરીને ગણતરીના ૩ કલાકમાં જ દબોચી લીધો છે.

ઘરમાં જ બોલાવી, સાથે દારૂ પીધો અને પછી…

આરે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી પતિને લાંબા સમયથી શંકા હતી કે તેની પત્ની અને મૃતક યુવક વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે. આ વિવાદનો કાયમી અંત લાવવા માટે પતિએ એક ખતરનાક પ્લાન બનાવ્યો. તેણે તેની પત્ની અને તે યુવક બંનેને આરે કોલોનીના યુનિટ નંબર ૫ સ્થિત પોતાના ઘરે બોલાવ્યા હતા. મોડી રાત્રે ત્રણેય જણાએ સાથે બેસીને દારૂની મહેફિલ માણી હતી.

બોલાચાલી ઉગ્ર થતાં પત્નીની સામે જ છરીના ઘા ઝીંક્યા

દારૂ પીતી વખતે પતિએ શરૂઆતમાં તે યુવકને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે તે ભવિષ્યમાં તેની પત્નીને ન મળે અને તેના ઘરે ન આવે. જો કે, થોડી જ વારમાં આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ગુસ્સામાં ભાન ભૂલેલા પતિએ ઘરમાં રાખેલી તીક્ષ્ણ છરી ઉઠાવી લીધી અને પત્નીની નજર સામે જ યુવક પર તૂટી પડ્યો. તેણે યુવકના ગળા પર છરીના એક પછી એક અનેક ઘા ઝીંકી દીધા, જેથી લોહીલુહાણ હાલતમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મૃતક યુવક વિરૂદ્ધ અગાઉ છેડતીની ફરિયાદ હતી નોંધાયેલી

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પતિએ આ બાબતે અગાઉ પણ તેની પત્ની સાથે મારપીટ કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે, મૃતક યુવક વિરૂદ્ધ અગાઉ કાયદાકીય સ્તરે છેડતીની ફરિયાદ પણ નોંધાઈ ચૂકી હતી, તેમ છતાં તે સતત આ મહિલાના સંપર્કમાં રહ્યો હતો. આ જ વાત પતિના મનમાં લાંબા સમયથી ખટકી રહી હતી, જેનો અંજામ આ લોહિયાળ હત્યાકાંડમાં આવ્યો છે.

આરેના જંગલમાંથી ૩ કલાકમાં હત્યારો ઝડપાયો

હત્યાકાંડને અંજામ આપ્યા બાદ આરોપી પતિ મુંબઈ અને રાજ્ય છોડીને ભાગી જવાના ઈરાદે આરેના ગાઢ જંગલ તરફ નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આરે પોલીસની ત્રણ અલગ-અલગ ટીમો તાત્કાલિક હરકતમાં આવી હતી અને આખું જંગલ ઘેરી લીધું હતું. ભારે જહેમત અને ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ પોલીસે ગણતરીના ૩ કલાકની અંદર જ આરોપીને જંગલના અંધારામાંથી ઝડપી પાડ્યો હતો.

👉 આ સમાચાર વાચો:
MSRTC Action। કલ્યાણની બસ વિશે પૂછતા જ મુસાફર યુવકને બેરહેમીથી ઝૂડનાર ST કર્મચારી આખરે સસ્પેન્ડ

Santacruz Drainage Cleaning Tragedy સેફ્ટી વગર ડ્રેનેજમાં ઉતારાયા? સાંતાક્રુઝમાં ઝેરી ગેસથી શ્રમિકનું મોત, તંત્રની બેદરકારી સામે રોષ
Operation Border Bullion Bust ગોલ્ડ સ્મગલિંગ નેટવર્ક પર DRIની સર્જિકલ સ્ટ્રાઈક ₹૪૭૫ કરોડના સોનાની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો, ૧૧ આરોપીઓની ધરપકડ
High Return Investment Fraud EOW ની મોટી કાર્યવાહી દર મહિને ૫ થી ૮ ટકા રિટર્નનું સપનું બતાવી ઠગાઈ કરતી ગેંગના ૪ ભેજાબાજો ઝડપાયા
Bhiwandi Textile Investment Fraud નફાની લાલચ પડી ભારે! વેપારમાં મોટા વળતરની લાલચ આપી લાખોની રોકડ અને ૪૬ તોલા સોનું ચાંઉ, ૪ સામે સકંજો
Exit mobile version