Site icon

Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?

બોરીવલી પશ્ચિમમાં સુધીર ફડકે બ્રિજ નીચે આ ઘટના બની; મહિલાએ પોતાનો જીવ બચાવવા માટે આરોપીને દાગીના અને મોબાઈલ ફોન આપી દીધો

Mumbai Crime ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે

Mumbai Crime ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે

News Continuous Bureau | Mumbai
Mumbai Crime દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 29 વર્ષીય એક મહિલા પર જાતીય શોષણનો પ્રયાસ થયાની ચોંકાવનારી ઘટના બની હતી. બોરીવલી પશ્ચિમ વિસ્તારમાં સુધીર ફડકે બ્રિજ નીચે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મહિલા કામ પર જઈ રહી હતી ત્યારે એક વ્યક્તિએ તેને અટકાવીને પુલ નીચેની એક નિર્જન જગ્યાએ લઈ જઈને તેની સાથે અશ્લીલ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો. પોતાનો જીવ બચાવવા માટે ડરેલી મહિલાએ આરોપીને તેના સોનાના દાગીના અને મોબાઈલ ફોન આપી દીધો હતો. તે કોઈક રીતે છૂટકારો મેળવીને બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચી હતી.

પોલીસની તાત્કાલિક કાર્યવાહી અને આરોપીની ધરપકડ

મહિલાની ફરિયાદ બાદ પોલીસે ગુનો દાખલ કરીને ઝોન 11ના પોલીસ ઉપાયુક્ત એ આરોપીને શોધવા માટે એક વિશેષ ટુકડી તૈયાર કરી. રાતભર ચાલેલી શોધ પછી, માલવણી પોલીસના શોધ દળે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લીધો અને તેને બોરીવલી પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આરોપીની પાસેથી મહિલા ની કાનની બુટ્ટીઓ, સોનાની વીંટી, Realme C55 મોબાઈલ ફોન અને હેડફોન સહિતની આશરે 52,000 રૂપિયાની કિંમતની વસ્તુઓ જપ્ત કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!

ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ

રિપોર્ટ મુજબ ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ સંજય રાજપૂત તરીકે થઈ છે, જે દહીસરમાં પ્રેમ નગરનો રહેવાસી છે. તે હોટલમાં વાસણો ધોવા અને રસ્તા સાફ કરવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બોરીવલી પશ્ચિમમાં સુધીર ફડકે બ્રિજ જેવા ભરચક વિસ્તારમાં દિવસના અજવાળામાં બનેલી આ ઘટનાથી મુંબઈકરો આઘાતમાં છે અને મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચાના એરણે આવ્યો છે.

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version