Site icon

Mumbai Crime: ભાડુંપમાં રાત્રે પોલીસની નાકાબંધીમાં 3 કરોડ રૂપિયાની રોકડ પકડી, ડ્રાઈવર અને ગાર્ડની તપાસ શરુ.. જાણો વિગતે..

Mumbai Crime: લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે ગેરરીતીના મામલા અટકાવવા માટે ચૂંટણી વિભાગ દ્વારા શનિવાર રાત્રે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ નાકાબંધી દ્વારા તમામ વાહનોની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી વિભાગે મોટી રોકડ રકમ પકડી પાડી હતી.

Mumbai Crime Rs 3 crore in cash was seized in the night police blockade in the rental house, investigation of the driver and guard started..

Mumbai Crime Rs 3 crore in cash was seized in the night police blockade in the rental house, investigation of the driver and guard started..

News Continuous Bureau | Mumbai 

Mumbai Crime: દેશમાં હાલ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. જેમાં લોકસભા ચૂંટણી દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે સતર્ક ચૂંટણી પ્રબંધન ટીમ દ્વારા શનિવારે રાત્રે મુંબઈ ઉપનગરોમાં એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન સમયે ટીમે મોટી રકમ ઝડપી પાડી હતી. ભાંડુપ ( Bhandup )  વિસ્તારમાં શનિવારે રાત્રે ચૂંટણી ટીમ દ્વારા પોલીસ નાકાબંધી હાથ ધરવામાં આવી હતી અને ગાડીઓની તપાસ કરી રહી હતી. આ સમયે સોનાપુર સિગ્નલ પર એક કારમાંથી મોટી રોકડ રકમ મળી આવી હતી. કારમાંથી મળી આવેલી રકમ ત્રણથી સાડા ત્રણ કરોડ જેટલી હોવાનો હાલ અંદાજ છે. 

Join Our WhatsApp Community

કારમાં રોકડ હોવાની જાણ થતાં કારને તાત્કાલિક ભાંડુપ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. તેમજ કારના પૈસા અહીં ગણવામાં આવ્યા હતા. આ રકમ સાડા ત્રણ કરોડની આસપાસ હોવાનો હાલ અંદાજ છે. તેમજ વધુ ખુલાસા માટે આવકવેરા વિભાગને ( Income Tax Department ) પણ આ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  Shani In Purva Bhadrapada Nakshatra : 12 મેથી શનિની ચાલ બદલાશે; આ રાશિઓના જાતોકોનો શુભ સમય શરૂ થશે, નોકરી-ધંધામાં પ્રગતિ સાથે આવકમાં પણ થશે વધારો.

  Mumbai Crime: આવકવેરા વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી..

વાસ્તવમાં, હાલ લોકસભાની ચૂંટણીને ( Lok Sabha Elections ) લઈને ગેરરીતીના વધતા મામલા અટકાવવા તેમજ મળતી માહિતીના આધારે કામગીરી કરતા ચૂંટણી ટીમ તરફથી ભાંડુપના સોનાપુર સિગ્નલ પાસે પોલીસ નાકાબંધી કરવામાં આવી હતી. આ સમયે, પોલીસે એટીએમમાં ​​પૈસા ભરવા માટે ઉપયોગમાં લેવાતા વાહનને અટકાવ્યું હતું. જ્યારે આ કારની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયા મળી આવ્યા હતા. અધિકારીઓએ વાનમાં બેઠેલા સિક્યુરિટી ગાર્ડ અને સ્ટાફને પૂછપરછ કરતાં તેઓ રોકડ રકમ અંગે સંતોષકારક ખુલાસો આપી શક્યા ન હતા. આથી ચૂંટણી ટીમે ( Election Management Team ) આ વાન ભાંડુપ પોલીસને સોંપી હતી. તેમજ ગાર્ડ અને ડ્રાઈવરની હાલ વધુ પુછપરછ કરવામાં આવી હતી.

આ રોકડ રકમ ક્યાંથી અને કેવી રીતે આવી તે અંગે જાણવા માટે આવકવેરા વિભાગના અધિકારીઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આવકવેરા વિભાગના અધિકારીઓ, દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
PM Modi Birthday Call: જન્મદિવસે ટ્રમ્પ નો પીએમ મોદીને ફોન, જાણો શું થઇ બંને વચ્ચે ચર્ચા
Exit mobile version