ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
ડ્રગ્સ કેસ મામલે આજે એનસીબીની ટીમે મુંબઈમાં ક્રૂઝ શિપ પાર્ટી કેસમાં અન્ય 4 લોકોની ધરપકડ કરી છે.
સાથે જ આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે. જેમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ પણ સામેલ છે.
આ ચારેય લોકો તે મીડ સી રેવ પાર્ટીના આયોજકો છે અને તેઓ મૂળ દિલ્હીના છે.
તેમના પર આરોપ છે કે તેમણે ક્રુઝ પર તે રેવ પાર્ટીનું આયોજન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે એનસીબીએ સીઆઈએસએફની સૂચનાના આધારે મુંબઈથી ગોવા જતા ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા હતા.
અર્થવ્યવસ્થા માટે રાહતના સંકેત : આ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીએ ભારતનું રેટિંગ સુધારી સ્ટેબલ કર્યું