Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Cyber Fraud મુંબઈમાં સાયબર ફ્રોડનું મોટું રેકેટ ઝડપાયું, 7 આરોપીઓ ઝડપાયા

Mumbai Cyber Fraud નકલી કંપનીઓના નામે બેંક ખાતા ખોલીને સાયબર ઠગોને વિગતો પૂરી પાડતી ગેંગનો પર્દાફાશ કરી પોલીસે કરોડોના વ્યવહારો ઝડપ્યા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Cyber Fraud મુંબઈ (Mumbai) પોલીસના સાયબર સેલે (Cyber Cell) સાયબર ફ્રોડનું એક મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે નકલી કંપનીઓના નામે બેંક ખાતાઓ ખોલીને સાયબર ઠગોને તેની વિગતો પૂરી પાડતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ કરીને કુલ ૭ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં મોબાઈલ ફોન, સિમ કાર્ડ, નકલી કંપનીના દસ્તાવેજો, રબર સ્ટેમ્પ અને બેંક સંબંધિત કાગળો જપ્ત કરવામાં આવ્યા છે.

Mumbai Cyber Fraud – નકલી દસ્તાવેજોના આધારે ખોલવામાં આવ્યા હતા ૨૭ થી વધુ બેંક ખાતા

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે વિવિધ બેંકોમાં નકલી દસ્તાવેજોના આધારે ૨૭ થી વધુ ખાતાઓ ખોલાવ્યા હતા. દેશભરમાં થયેલી સાયબર ઠગાઈની કાળી કમાણીની રકમ આ શંકાસ્પદ ખાતાઓ મારફતે જ ટ્રાન્સફર કરવામાં આવતી હતી અને તેના બદલામાં આરોપીઓ હેવી કમિશન મેળવતા હતા.

Mumbai Cyber Fraud – બોરીવલી, મીરા રોડ અને ભાયંદરમાં દરોડા પાડી સાતેય આરોપીઓને દબોચ્યા

પોલીસે ચોક્કસ બાતમીના આધારે બોરીવલી (Borivali) માં ટ્રેપ ગોઠવીને પહેલા ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારબાદ તેમની પૂછપરછના આધારે મીરા રોડ અને ભાયંદર વિસ્તારમાં દરોડા પાડીને અન્ય ચાર આરોપીઓને પણ પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

Mumbai Cyber Fraud – કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળતા તમામ ખાતાઓ કરાયા ફ્રીઝ

પોલીસ તપાસ દરમિયાન આ ખાતાઓમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થતા હોવાનું બહાર આવ્યું છે, જેને પગલે પોલીસે તાત્કાલિક અસરથી તમામ સંબંધિત બેંક ખાતાઓ ફ્રીઝ (Bank Accounts Frozen) કરી દીધા છે. પોલીસે છેતરપિંડી અને આઈટી એક્ટ (IT Act) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરી છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai gang operating mule bank accounts મુંબઈ સાયબર પોલીસની મોટી કાર્યવાહી સાયબર ઠગાઈ માટે મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવતી ગેંગ ઝડપાઈ, ૭ની ધરપકડ

CSMT Ticket Checking Drive CSMT સ્ટેશન પર રેલવેની સ્પેશિયલ ટિકિટ ચેકિંગ ઝુંબેશ ૫૪૧ મુસાફરો પાસેથી ₹૨.૫૨ લાખથી વધુનો દંડ વસૂલાયો
Andheri Police Ganja Seizure અંધેરીમાં એમઆઈડીસી પોલીસનો સપાટો ₹૬૬.૩૬ લાખના હાઈડ્રો ગાંજા સાથે બે તસ્કરોની ધરપકડ
Juhu Female Driver Chaos જુહુમાં મહિલા કારચાલકનો ભારે આતંક અનેક વાહનોને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ, રોકનાર પોલીસકર્મીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ
Dadar Police Recover Stolen Phones દાદર પોલીસની પ્રશંસનીય કામગીરી ગુમ થયેલા ₹૩.૪૦ લાખની કિંમતના ૨૫ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
Exit mobile version