Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Cyber Fraud મુંબઈમાં ‘બ્લિન્કિટ’ના નામે વૃદ્ધ દંપતી સાથે ઓનલાઇન ઠગાઈ, સ્ક્રીન શેરિંગ એપ દ્વારા ૩.૮૦ લાખ રૂપિયાની છેતરપિંડી

Mumbai Cyber Fraud નિવૃત્ત અધિકારી અને તેમના પત્નીને વીડિયો કોલ પર ફસાવી ઠગબાજોએ બેંક ખાતામાંથી રકમ સેરવી લીધી; અંબોલી પોલીસમાં ફરિયાદ

Mumbai Cyber Fraud  મુંબઈમાં  'બ્લિન્કિટ'ના નામે વૃદ્ધ દંપતી સાથે ઓનલાઇન ઠગાઈ, સ્ક્રીન શેરિંગ એપ દ્વારા ૩.૮૦ લાખ રૂપિયાની છેતરપિંડી

Mumbai Cyber Fraud મુંબઈમાં 'બ્લિન્કિટ'ના નામે વૃદ્ધ દંપતી સાથે ઓનલાઇન ઠગાઈ, સ્ક્રીન શેરિંગ એપ દ્વારા ૩.૮૦ લાખ રૂપિયાની છેતરપિંડી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Cyber Fraud મુંબઈમાં સાયબર ગઠિયાઓનો આતંક યથાવત છે. તાજેતરમાં જોગેશ્વરી વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત અધિકારીના દંપતીને ‘બ્લિન્કિટ’ (Blinkit) કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખ આપીને ૩.૮૦ લાખ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે. આરોપીએ ટેકનિકલ સમસ્યાના બહાને દંપતીને સ્ક્રીન શેરિંગ કરવા મજબૂર કર્યા હતા અને ત્યારબાદ તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા.

Mumbai Cyber Fraud – સ્ક્રીન શેરિંગનો ઉપયોગ કરી ઠગાઈ

આ ઘટના ૯ જૂનના રોજ બની હતી. માલકમ બાગમાં રહેતા ખુર્શીદ વજીફદાર (૬૯) ને એક અજાણ્યા વ્યક્તિનો વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાને બ્લિન્કિટનો કર્મચારી ગણાવી વિશ્વાસમાં લીધા હતા અને ‘સ્ક્રીન શેરિંગ’ કરવા કહ્યું હતું. જેવું દંપતીએ સ્ક્રીન શેર કર્યું, કે તરત જ ગઠિયાએ તેમના મોબાઈલમાં કેટલીક પ્રક્રિયા કરી ‘ગૂગલ પે’ બંધ થઈ ગયું હોવાનું નાટક કર્યું હતું.

Mumbai Cyber Fraud – ત્રણ દિવસમાં ૩.૮૦ લાખની ઉચાપત

ગઠિયાઓ અહીં જ ન અટક્યા. તેઓએ ૧૧ જૂન સુધી અલગ-અલગ સમયે દંપતીને વીડિયો કોલ કરી ફરી સ્ક્રીન શેર કરાવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન, દંપતીના બેંક ઓફ બરોડાના ખાતામાંથી ૩,૮૦,૬૧૫ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. જ્યારે તેમના મોબાઈલ પર પૈસા કપાયાના મેસેજ આવ્યા, ત્યારે તેમને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. ત્યારબાદ તેમણે તરત જ બેંકમાં જઈને ખાતું બ્લોક કરાવ્યું હતું.

Mumbai Cyber Fraud – પોલીસ દ્વારા ગુનો દાખલ

આ મામલે અંબોલી પોલીસ સ્ટેશનમાં ૧૩ જૂનના રોજ અજાણ્યા સાયબર આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિત દંપતીએ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન પર પણ ફરિયાદ નોંધાવી છે. પોલીસ હવે ટેકનિકલ પુરાવાઓના આધારે આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. સાયબર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી વ્યક્તિ સાથે ફોન પર સ્ક્રીન શેરિંગ એપનો ઉપયોગ કરવો જોખમી છે, તેથી સાવચેત રહેવું.

👉 આ સમાચાર વાચો:
Gir Safari Extended સિંહપ્રેમીઓ માટે ખુશખબર ગીર જંગલ સફારીની મુદ્દતમાં વધારો, હવે આ તારીખ સુધી થશે સિંહ દર્શન

Versova Filmmaker Flat Burglary વર્સોવામાં ફિલ્મ નિર્માતાના બંધ ફ્લેટમાંથી ₹૧૭ લાખની ચોરી બે રીઢા તસ્કરો ઝડપાયા, રોલેક્સ ઘડિયાળ સહિત ₹૧૪.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત
Goregaon Bank Locker Theft ગોરેગાંવમાં બેંક લોકરમાંથી ₹૬૬.૨૫ લાખના દાગીનાની ચોરી ડુપ્લિકેટ ચાવી બનાવનાર પૂર્વ કર્મચારી આ રાજ્યમાંથી ઝડપાયો
Malwani Police Heroin Seizure માલવણી પોલીસે ₹૭૮.૯૦ લાખનું હેરોઇન ઝડપ્યું નાલાસોપારાથી ૧૯ વર્ષીય પેડલરની ધરપકડ, તાર ઉત્તરાખંડ સુધી જોડાયા
Andheri Open Drain Garbage Dumping અંધેરીમાં નાળામાં કચરો ઠાલવનાર કોન્ટ્રાક્ટર સામે BMC કડક! ૪૮ કલાકમાં જવાબ નહીં તો કોન્ટ્રાક્ટ રદ થશે..
Exit mobile version