Site icon

જે મુંબઈવાસીઓ ડબ્બો મંગાવીને બપોરનું જમણ લે છે તેમને માટે મોટા સમાચાર. આ પાંચ દિવસ મુંબઈના ડબ્બાવાળા કામ કરવાના નથી.

 News Continuous Bureau | Mumbai

નોકરિયાત વર્ગને ઘરનું ગરમ ગરમ જમવાનો ડબો પહોંચાડતા મુંબઈના ડબાવાળાઓ ૧૩ એપ્રિલથી ૧૭ એપ્રિલ દરમિયાન પાંચ દિવસ રજા પાળવાના છે. ડબાવાળા તેમના ગ્રામદેવતા અને કુળદેવતાની જાત્રામાં સહભાગી થવા જવાના છે. આ ડબ્બાવાળાઓ તેમના મૂળ ગામે જવાના હોવાથી પાંચ દિવસ ડબ્બાવાળાની સર્વિસ બંધ રહેશે.

Join Our WhatsApp Community

મુંબઈગરાને રોજ ઘરનું જમવાનું સમયસર પહોંચાડનારા ના ડબ્બાવાળાઓ મૂળ પૂણે જિલ્લાના અને પ્રમુખુ ખેડ માવળ તાલુકાના અને તેમાંય કેટલાંક મૂળશી, આંબેગાવ, જુન્નરના છે. આ વિસ્તારોમાં ગ્રામ-કુળ દેવતાઓની યાત્રાઓનો સમય શરૂ થયો છે. કોરોનાને પગલે છેલ્લા બે વર્ષથી તમામ યાત્રાઓ બંધ હતી. કોરોનાને લગતા તમામ પ્રતિબંધો હટાવ્યા બાદની આ પ્રથમ જાત્રા હોવાથી તેમાં સહભાગી થવા મોટી સંખ્યામાં ડબ્બાવાળાઓ મુંબઈથી પોતાના મૂળ ગામ જવાના છે.

આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે. એક સપ્તાહમાં આટલા લાખ લોકોએ નવી મેટ્રોમાં સફર કરી. આંકડો ઉત્સાહજનક છે. જાણો વિગતે

આથી સમય દરમિયાન તેમની ડબા સર્વિસ બંધ રહેશે. આ દરમિયાન બે સરકારી રજા અને શનિ-રવિની રજા આવતી હોવાથી અધિકાંશ ઓફિસોમાં ટિફિન સર્વિસ નહીં હોય. વળી પરીક્ષાનો સમય હોવાથી સ્કૂલોના ડબ્બા પણ બંધ છે. આથી આ રજાઓનો પગાર ન કાપવાનું આવાહન પણ 'મુંબઈ ડબ્બાવાલા એસોસિએશન' દ્વારા ગ્રાહકોને કરાયું છે.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version