Site icon

 મુંબઈ દર્શન કરવું હવે સરળ, પ્રવાસન વિભાગે  શરૂ કરી ‘હોપ ઓન-હોપ ઓફ બસ સેવા’

મુંબઈગરોને ફરી એકવાર ડબલ ડેકર બસમાં બેસીને મુંબઈના વિવિધ પ્રવાસન સ્થળો જોવાનો મોકો મળશે. પ્રવાસન વિકાસ નિગમની 48મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ પ્રવાસન પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે આ પ્રસંગે મુંબઈમાં હોપ ઓન-હોપ ઓફ બસ સેવા શરૂ કરવામાં આવી છે.  

Open Deck Bus: BEST shocks tourists, open deck buses to be deported, 'Mumbai Darshan' closed from October 5

Open Deck Bus: BEST shocks tourists, open deck buses to be deported, 'Mumbai Darshan' closed from October 5

News Continuous Bureau | Mumbai

મુંબઈગરોને ફરી એકવાર ડબલ ડેકર બસમાં બેસીને મુંબઈના વિવિધ પ્રવાસન સ્થળો જોવાનો મોકો મળશે. પ્રવાસન વિકાસ નિગમની 48મી વર્ષગાંઠ નિમિત્તે વિવિધ પ્રવાસન પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે આ પ્રસંગે મુંબઈમાં હોપ ઓન-હોપ ઓફ બસ સેવા શરૂ કરવામાં આવી છે.  

Join Our WhatsApp Community

મુંબઈમાં પ્રવાસીઓને ગુણવત્તાયુક્ત સુવિધાઓ પૂરી પાડવા માટે, એમટીડીસીએ ખાનગી ભાગીદારીના ધોરણે હોપ ઓન-હોપ ઓફ બસ સુવિધા શરૂ કરી છે. આ ડબલ ડેકર બસનું ઉદ્ઘાટન પ્રવાસન મંત્રી મંગલપ્રભાત લોઢાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી મંગલ પ્રતાપ લોઢાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, મુંબઈ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. મુંબઈમાં આ પ્રવાસીઓને ગુણવત્તાયુક્ત સુવિધાઓ પૂરી પાડવા માટે, એમટીડીસીએ ખાનગી ભાગીદારીના ધોરણે હો હો બસ સુવિધા શરૂ કરી છે. આગામી સમયમાં રાજ્યભરમાં 11 હોપ ઓન-હોપ ઓફ બસો શરૂ કરવામાં આવશે. મુંબઈમાં શરૂ થયેલી આ હોપ ઓન-હોપ ઓફ બસના રિઝર્વેશન માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 આ સમાચાર પણ વાંચો: મુંબઈ વાસીઓ નવી મેટ્રોના પ્રેમમાં પડ્યા : સતત બીજા દિવસે એક લાખથી વધુ પ્રવાસી. જાણો વિગત

આ ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડર બુક માય શોની મદદ લેવામાં આવશે. મંત્રી લોઢાએ જણાવ્યું કે આ હોપ-ઓન-હોપ બસના રિઝર્વેશન રેટ ઓછા હશે. આ દરમિયાન મંત્રી મંગલ પ્રતાપ લોઢાએ હો હો બસમાં મંત્રાલયથી મરીન ડ્રાઈવ સુધી મુસાફરી કરી હતી.

મુંબઈમાં પ્રાયોગિક ધોરણે હોપ ઓન-હોપ ઓફ બસ શરૂ કરવામાં આવી છે. આ બસ મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા મુંબઈના મહત્વના પ્રવાસન સ્થળો પર જશે. પ્રવાસીઓ મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ બસ ઓનલાઈન બુક કરાવી શકશે.

 મુંબઈ દર્શન કરવું બનશે મજેદાર, ઓપન બસમાં બેસીને શહેરના વિવિધ પર્યટન સ્થળો જોવાનો મળશે મોકો.. જાણો કેવી રીતે કરી શકશો બુકિંગ 

Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા
Girgaum Robbery: મુંબઈમાં આંગડિયા કર્મચારી અને ડ્રાઈવરને બંધક બનાવી ગિરગામમાં 2.70 કરોડની લૂંટ
Lalbaugcha Raja: ભક્તોએ આસ્થા સાથે હરાજીમાં રેકોર્ડ ખરીદી કરી અને બિજી તરફ મોબાઈલ ચોરો પકડાયા
BMC: મંત્રાલય નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ, રસ્તાઓ બંધ, બસ સેવાઓ પ્રભાવિત
Exit mobile version