Site icon

Mumbai: મુંબઈને દિલ્હી ન બનાવો, ત્રણ નહી માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકાશે, હાઈકોર્ટનો આદેશ, જાણો શું રહેશે સમય.. વાંચો વિગતે..

Mumbai: દિવાળી દરમિયાન ફટાકડાના કારણે વાયુ પ્રદૂષણમાં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા માટે રાત્રે 8 થી 10 વાગ્યા સુધીનો સમય નક્કી કર્યો છે તે જોતાં, બોમ્બે હાઈકોર્ટે પણ શુક્રવારે આજ થી બે કલાકનો સમય નક્કી કર્યો છે…

News Continuous Bureau | Mumbai 

Mumbai: દિવાળી (Diwali) દરમિયાન ફટાકડાના કારણે વાયુ પ્રદૂષણ (Air Pollution) માં વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે (Supreme Court) ફટાકડા ફોડવા માટે રાત્રે 8 થી 10 વાગ્યા સુધીનો સમય નક્કી કર્યો છે તે જોતાં, બોમ્બે હાઈકોર્ટે (Bombay High court) પણ શુક્રવારે આજ થી બે કલાકનો સમય નક્કી કર્યો છે.

Join Our WhatsApp Community

વાયુ પ્રદૂષણની સમસ્યા અંગેની અરજીઓ પર સુનાવણી બાદ ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાય અને જસ્ટિસ. ગિરીશ કુલકર્ણીની બેન્ચે વચગાળાના આદેશમાં ફટાકડા ફોડવાનો સમય સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી નક્કી કર્યો હતો. જે શુક્રવારથી હવે બદલાઈ ગયો છે. કેમિકલ ફટાકડાનું વેચાણ અને વિતરણ ન થાય તેની તકેદારી વહીવટી તંત્રએ લેવી જોઈએ કારણ કે કેમિકલ ફટાકડા પર સુપ્રીમ કોર્ટના આદેશથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આના ઉલ્લંઘનના કિસ્સામાં, સંબંધિતો સામે પગલાં લેવા જોઈએ, બેંચે આદેશમાં આ પણ સ્પષ્ટ કર્યું હતું…

પ્રદૂષણ ફેલાવનારાઓ સામે પગલાં લેવા માટે ‘ક્લિન અપ માર્શલ’ની નિમણૂક…

મુંબઈમાં પ્રદૂષણ ફેલાવનારાઓ સામે દંડાત્મક પગલાં લેવા માટે ‘ક્લિન અપ માર્શલ’ (Clean up Marsal) ની નિમણૂક કરવામાં આવશે. તે દરખાસ્તને મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે મંજૂરી આપી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 1 ડિસેમ્બરથી મુંબઈમાં ક્લીન અપ માર્શલો તૈનાત કરવાની યોજના બનાવી છે. જેના કારણે 21 મહિના બાદ ફરીથી ક્લીન અપ માર્શલની શિક્ષાત્મક કાર્યવાહી શરૂ થશે.

બાંધકામ સ્થળોએથી કાટમાળના પરિવહન પર ૧૯ નવેમ્બર સુધી પ્રતિબંધ યથાવત્ છે. પાલિકા દ્વારા પ્રતિબંધ હટાવવાની માગને ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે એમ પણ કહ્યું છે કે પ્રદૂષણ ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા માર્ચ ૨૦૨૩માં જાહેર કરાયેલા નિયમોનો કડકપણે અમલ કરવામાં આવશે.

વાયુ પ્રદૂષણ માટે જવાબદાર ચોક્કસ કારણો શું છે? આના અભ્યાસ માટે હાઈ કોર્ટે એક સમિતિની નિમણૂક કરી છે. કમિટી દર અઠવાડિયે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. તેમજ, એમએમઆર વિસ્તારની તમામ નગરપાલિકાઓની સમિતિ, આયોજન પ્રણાલીને દૈનિક પ્રગતિ અહેવાલો સબમિટ કરવામાં આવશે. આ અંગે કોર્ટે સ્પષ્ટતા પણ કરી છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
Terrible Blast at Srinagar: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત અને આટલા લોકો થયા ઘાયલ, 300 ફૂટ દૂર મળ્યા માનવ અંગ
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Exit mobile version