Site icon

Mumbai: મુંબઈના રાણીબાગમાં આ નવા મહેમાનોને કારણે આવકમાં થયો આટલા ટકાનો વધારો.. 20 મહિનામાં ઉદ્યાને કરી 19.56 કરોડની કમાણી…

Mumbai: વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અથવા રાણીના બગીચાનું માત્ર મુંબઈવાસીઓ માટે જ નહીં પણ વિદેશી પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં નવા પ્રાણીઓ અને પક્ષીઓ લાવવામાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

Mumbai Due to these new guests in Mumbai's rani baug , the income has increased by such a percentage.. In 20 months, the park has earned 19.56 crores

Mumbai Due to these new guests in Mumbai's rani baug , the income has increased by such a percentage.. In 20 months, the park has earned 19.56 crores

News Continuous Bureau | Mumbai 

Mumbai: ભાયખલાના ( Byculla ) વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન ( Veermata Jijabai Bhosale Udyan ) અથવા રાણીના બગીચા ( Rani Baug ) ની વાર્ષિક આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એક અહેવાલ મુજબ, 2017માં રાણીના બગીચામાં પેન્ગ્વિન ( Penguin ) આવ્યા પછી છેલ્લા છ વર્ષમાં આવકમાં ( income ) નોંધપાત્ર રીતે 15 ગણાનો વધારો જોવા મળ્યો છે. 2017માં વાર્ષિક આશરે 1.4 લાખ પ્રવાસીઓએ ( Tourists ) આ સ્થળની મુલાકાત લીધી હતી, જેનાથી ઉદ્યાનને 74 લાખ રૂપિયાની આવક થઈ હતી. જોકે 1 એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધીમાં 28 લાખ 59 હજાર 016 પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી હતી, જેમાં 11 કરોડ 15 લાખ 3 હજાર 776 રૂપિયાની કમાણી થઈ હતી. તો 1 એપ્રિલ 2022થી ડિસેમ્બર 2023 સુધીમાં 21 લાખ 65 હજાર 906 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેમાં 8 કરોડ 41 લાખ 36 હજાર 192 રૂપિયાની આવક થઈ હતી. એટલે કે છેલ્લા 20 મહિનામાં 19 કરોડ 56 લાખ 39 હજાર 968 રૂપિયાની આવક થઈ હતી, એમ પ્રાપ્ત આંકડા મુજબ જણાવાયુ છે. 

Join Our WhatsApp Community

વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અથવા રાણીના બગીચાનું માત્ર મુંબઈવાસીઓ માટે જ નહીં પણ વિદેશી પ્રવાસીઓ ( foreign tourists ) માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં નવા પ્રાણીઓ અને પક્ષીઓ ( animals and birds ) લાવવામાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. માર્ચ 2017માં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના યુવાનેતા સેનાપ્રમુખ આદિત્ય ઠાકરેની વિભાવના દ્વારા વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અથવા રાણીના બગીચામાં પેંગ્વિન લાવવામાં આવ્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં પહેલા પ્રવાસીઓની સંખ્યા દરરોજ 5 થી 6 હજાર અને શનિ-રવિ અને રજાઓમાં 15 થી 16 હજાર હતા. તે હવે વધીને 30 હજાર થઈ રહ્યા છે. જેથી રોજની 15 થી 20 હજારની આવક હવે 30 લાખ પર પહોંચી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો :  Ayodhya: ઇતિહાસમાં પહેલીવાર… અયોધ્યા નો ચુકાદો ઐતિહાસિક અને તેનું લેખન પણ ઐતિહાસિક. સુપ્રીમ કોર્ટ ચુકાદાની નકલ નીચે આ કામ નહીં કરે

આવક વધવાના મુખ્ય કારણો આ પ્રમાણે છે…

પ્રાપ્ત માહિતી મુજબ આંકડા પ્રમાણે,

-1 એપ્રિલ 2016થી માર્ચ 2017 સુધીમાં 13 લાખ 80 હજાર 271 પ્રવાસીઓ આ સ્થળની મુલાકાતે આવ્યા હતા. જેથી 73 લાખ 65 હજાર 464 રૂપિયાની આવક થઈ હતી.

– તેમજ 1 એપ્રિલ 2022થી માર્ચ 2023ના સમયગાળામાં 28 લાખ 59 લાખ 16 પ્રવાસીઓ આ સ્થળની મુલાકાતે આવ્યા હતા. જેના કારણે ઉદ્યાનને 11 કરોડ 15 લાખ 3 હજાર 776 રૂપિયાની આવક થઈ હતી.

– 1 એપ્રિલ 2023થી 25 ડિસેમ્બર 2023 સુધીમાં 21 લાખ 65 હજાર 906 પ્રવાસીઓ આ સ્થળની મુલાકાતે આવ્યા હતા અને આ સમયગાળા દરમિયાન ઉદ્યાનને 8 કરોડ 41 લાખ 36 હજાર 192 રૂપિયાની કમાણી કરી હતી,

શું છે ટિકીટના ભાવ..

આ પાર્કમાં પ્રવેશ ફી વ્યક્તિ દીઠ 50 રુપિયા છે અને 3 થી 15 વર્ષની વયના બાળકો માટે રૂ. 25 છે. જ્યારે 4 વ્યક્તિઓના પરિવાર માટે એટલે કે માતા-પિતા અને 15 વર્ષ સુધીના 2 બાળકો માટે 100 રૂપિયાની સંયુક્ત ટીકીટ આપવામાં આવે છે.

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version