ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
મુંબઈ શહેરમાં કોરોનાની બીજી લહેર પૂરી રીતે કાબૂમાં આવી ગઈ છે. શહેરમાં દૈનિક 30 હજાર લોકોના RT-PCR ટેસ્ટ કરાવવામાં આવે છે. જેમાંથી અંદાજે હજારથી દોઢ હજાર લોકો પૉઝિટિવ આવે છે. એટલે કે મુંબઈ શહેરમાં પૉઝિટિવિટી રેટ પાંચ ટકાની આસપાસ આવી ગયો છે.
આ ઉપરાંત મુંબઈ શહેરમાં દર્દીઓ બમણા થવાની સંખ્યા ૩૨૦ દિવસ પર આવી ગઈ છે. હાલ મુંબઈ શહેરમાં કોરોનાને કારણે પૉઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આમ મુંબઈ શહેરમાં કોરોના કાબૂમાં આવી ગયો છે.