News Continuous Bureau | Mumbai
Mumbai: હિન્દી ફિલ્મ ‘સ્પેશિયલ 26′ ( Special 26 ) માં નકલી આઈટી અધિકારીઓ ( Fake IT officers ) ની ટોળકી દરોડા ( Raid ) પાડે છે. આ જ ફિલ્મી સ્ટાઈલમાં ઈન્કમટેક્સ ઓફિસરના સ્વાંગમાં લૂંટની ( robbery ) વધુ એક ઘટના મુંબઈમાં બની હતી. આ ઘટનામાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે, જેમણે ઈન્કમટેક્સ ઓફિસર તરીકે સાયન ( Sion ) માં એક ફ્લેટ પર દરોડો પાડીને 18 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. લૂંટમાં વપરાયેલી કારના નંબરના આધારે પોલીસને કેસનો ભેદ ઉકેલવા મહત્વની કડી મળી હતી. આ ગેંગમાં રિયલ એસ્ટેટ, કેક શોપનો વ્યવસાય કરનાર, કોન્ટ્રાક્ટરો અને ડ્રાઈવરોનો સમાવેશ થાય છે.
સાયન પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર મનિષ શિર્કેના જણાવ્યા મુજબ માનખુર્દમાં રહેતા સંતોષ પટેલ (ઉ.વ.૩૭), રાજારામ માંગલે (ઉ.વ.૪૭), અમરદિપ સોનવણે (ઉ.વ.૨૯), ભાઉરાવ ઇંગળે (ઉ.વ.૫૨), સુશાંત લોહાર (ઉ.વ.૩૩) નવી મુંબઇના શરદ એકાવડે (ઉ.વ.૩૩) થાણેના અભય કાસલે (ઉ.વ.૩૩) ધારાવીના રામકુમાર ગુજરને પકડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શું છે આ સંપુર્ણ મામલો..
આવકવેરા અધિકારીઓના ( Income Tax Officers ) વેશમાં ચાર આરોપીઓ સાયન (પૂર્વ) માં ફરિયાદી શ્રીલતા પટવા (29)ના ફ્લેટમાં પ્રવેશ્યા હતા. તેનો એક મિત્ર બિલ્ડિંગની નીચે ઊભો રહીને રેકી કરી રહ્યો હતો
આ સમાચાર પણ વાંચો : Mumbai: જોગેશ્વરી ફ્લાયઓવર પર આ ટેમ્પો બન્યો અન્ય મુસાફરો માટે ચિંતાનું કારણ: મુંબઈ પોલિસ કરશે કાર્યવાહી.. જુઓ વિડીયો…
આરોપીઓએ આવકવેરા અધિકારીનું નકલી ઓળખ કાર્ડ ( Fake Identity Card ) બતાવવાનું નાટક કરીને ફ્લેટમાંથી 18 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ફરિયાદીએ આ રકમ તેની બહેનના લગ્ન ખર્ચને પહોંચી વળવા ઘરે રાખી હતી. પોલીસે સ્થળ પર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. દરમિયાન ઘટનામાં વપરાયેલી કારની નંબર પ્લેટ અંગે માહિતી મળી હતી જે આ કેસમાં મહત્ત્વની કડી બની હતી.
કાર સરિતા માંગલેના નામે હતી, પોલીસે સરિતાની પૂછપરછ કરી હતી. ત્યારે ખબર પડી કે કાર તેનો પતિ રાજારામ ચલાવતો હતો. પોલીસે રાજારામને પકડીને તેની સઘન પૂછપરછ કરતાં તેણે તેના સાગરિતો સાથે મળીને ગુનો કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આ કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં એક આરોપી પાસેથી આવકવેરા અધિકારીનું નકલી ઓળખ કાર્ડ મળી આવ્યું હતું.
