Site icon

Mumbai Fire : મુંબઈના અંધેરી (પશ્ચિમ) નાલોખંડવાલામાં 8 માળની ઇમારતમાં લાગી આગ, એક મહિલાનું મોત.. આટલા લોકો ઘાયલ..

Mumbai Fire 34-Year-Old Woman Dies, Six Hospitalised In Andheri Residential Building Massive Fire

Mumbai Fire 34-Year-Old Woman Dies, Six Hospitalised In Andheri Residential Building Massive Fire

News Continuous Bureau | Mumbai 

Mumbai Fire : આજે મુંબઈના અંધેરી (પશ્ચિમ) ના લોખંડવાલા વિસ્તારમાં એક ઇમારતમાં આગ હોવાના અહેવાલ છે. આ દુ:ખદ આગની ઘટનામાં 34 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. 6 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં અન્ય 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Mumbai Fire : ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ આગ બુઝાવી

મુંબઈ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ ગ્રાઉન્ડ-પ્લસ-આઠ માળની ઇમારતના પહેલા માળે આવેલા ફ્લેટમાં લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. રાહતની વાત એ હતી કે આગ ફક્ત પહેલા માળ સુધી મર્યાદિત હતી. જોકે, બધે ધુમાડાના વાદળો દેખાતા હતા.

Mumbai Fire : આગના કારણની તપાસ ચાલુ છે

મુંબઈ ફાયર વિભાગે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાની સાથે જ અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ ઓલવવાનું શરૂ કરી દીધું. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો: Mumbai Local Mega Block : મુંબઈગરાની રજા બગડશે, રવિવારે ત્રણેય રેલ્વે લાઇન પર મેગાબ્લોક, ઘરની બહાર નીકળતા પહેલા ચેક કરો શેડ્યુલ…

Mumbai Fire : 9 માર્ચે ગોરેગાંવમાં આગ લાગી હતી

જોકે મુંબઈમાં આગ લાગવાની ઘટના નવી નથી. આ પહેલા 9 માર્ચે મુંબઈના ગોરેગાંવ વિસ્તારના દિંડોશીમાં બાગેશ્વરી મંદિરની પાછળના મેદાનમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે નજીકની દુકાનો અને ઝૂંપડપટ્ટીઓને પણ ભારે નુકસાન થયું હતું. આગની માહિતી મળતાં, ફાયર બ્રિગેડની એક ડઝન ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. આગને કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે ત્યાં રહેતા લોકો અને દુકાનદારોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.

 

 

Exit mobile version