News Continuous Bureau | Mumbai
Mumbai fire : રાજકોટ અને દિલ્હીમાં લાગેલી ભીષણ આગ બાદ હવે મુંબઈના ધારાવી ( Dharavi ) વિસ્તારમાં પણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે.
Mumbai fire : ધારાવીમાં સવાર સવાર માં આગ ફાટી નીકળી
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, મુંબઈ ( Mumbai news ) ની ધારાવીમાં સવાર સવાર માં આગ ફાટી નીકળી હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા છે. જોકે આગ પર કાબૂ મેળવવા માટે 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. ( Mumbai fire news )
આ સમાચાર પણ વાંચો : Sion Hospital : મુંબઈની સાયન હોસ્પિટલ કેમ્પસમાં ફોરેન્સિકના હેડની ગાડીએ મહિલા દર્દીને મારી ટક્કર, CCTV ફૂટેજ આવ્યા સામે. જુઓ વીડિયો
Mumbai fire : ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર
બીએમસીના ( BMC ) જણાવ્યા અનુસાર, આગ પરિસરમાં રાખવામાં આવેલા લાકડા અને ફર્નિચર સુધી મર્યાદિત છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
