Site icon

Mumbai Fire: મુંબઈમાં આ જગ્યાએ પાર્કિંગ પ્લેસમાં લાગી ભીષણ આગ.. છ વાહનો બળીને ખાખ… જુઓ વિડીયો.. .

Mumbai Fire: હાલ મુંબઈમાં આગ લાગવાના કિસ્સામાં વધારો થયો છે. ત્યારે ગઈકાલ રાત્રે ફરી એકવાર એખ પાર્કિંગની જગ્યાએ આગ લાગી હતી. જેમાં છ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

Mumbai Fire A fierce fire broke out in the parking place in Nalasopara.. Six vehicles got burnt... Watch the video..

Mumbai Fire A fierce fire broke out in the parking place in Nalasopara.. Six vehicles got burnt... Watch the video..

News Continuous Bureau | Mumbai 

Mumbai Fire: નાલાસોપારામાં બુધવારે (31 જાન્યુઆરી) મધ્યરાત્રિએ પાર્કિંગમાં ( parking lot ) અચાનક આગ લાગવાની ઘટના બની હતી. થોડીવારમાં આગ ( Fire Break Out ) એટલી વિકરાળ બની હતી કે આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. આ ઘટનામાં છ માલસામાનની ટ્રક બળીને ખાખ થઈ ગયા હતા. આગની માહિતી મળતા જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી અનુસાર આ ભીષણ આગની ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઈ નથી. જો કે માલવાહક ટ્રક અને કાર સળગી જવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે. નાલાસોપારામાં ( Nalasopara ) પાર્કિંગમાં પાર્ક કરેલી માલવાહક ટ્રકમાં ( freight truck ) અચાનક આગ ફાટી નીકળતા આ ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં એવી આશંકા છે કે આ ટ્રકમાં કેમિકલ હોવાના કારણે થોડી જ વારમાં આગ ફાટી નીકળી હતી અને તેથી પાર્કિંગમાં પાર્ક કરાયેલા અન્ય વાહનોમાં પણ આગ લાગી હતી. આ આગને કારણે ધુમાડો દૂર દૂર સુધી ફેલાઈ ગયો હતો.

ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો..

માહિતી આપતાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આગના કારણે એકથી દોઢ કિલોમીટરના અંતરે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના બનતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. આગની માહિતી મળતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Interim Budget 2024: પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંગે બજેટમાં મોટી જાહેરાત, આટલા યુનિટ વીજળી મળશે મફતમાં..

ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વસઈ વિરાર મહાનગરપાલિકાના ફાયર વિભાગ ( Fire Department ) હાલ આ મામલની તપાસ કરી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
BMC Election 2026: ઠાકરે-મનસે યુતિ અને ભાજપની ઊંઘ હરામ કરનારા બળવાખોરો કોણ? ફોર્મ પાછા ખેંચવાની ડેડલાઈન પહેલાં રાજકીય હલચલ તેજ
Exit mobile version