Site icon News Continuous Bureau | Mumbai

મુંબઇમાં ભીષણ આગની વધુ એક ઘટના, શહેરના આ વિસ્તારમાં આવેલા ભંગારનાં ગોડાઉનમાં લાગી આગ; જુઓ વિડિયો અને જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

દેશની આર્થિક રાજધાની કહેવાતી મુબંઈના માનખુર્દ વિસ્તારમાં મંડલા સ્ક્રેપ માર્કેટના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. બાતમી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ફાયર બ્રિગેડના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, અમને સવારે 3 વાગ્યે આગની માહિતી મળી હતી. ફાયર બ્રિગેડની 12 ગાડીઓ, 10 ટેન્કર અને 150 ફાયર ફાઈટર આગને કાબૂમાં લેવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. જોકે, અત્યારે આગના કારણે કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ હોય તેવું જાણવા નથી મળ્યું. જ્યારે આગનું કારણ પણ જાણવા નથી મળ્યું. 

ઉલ્લેખનીય છે કે આજકાલ મુંબઈમાં આગ લાગવાની ઘટનાઓ ઘણી વધી ગઈ છે. માત્ર પાંચ દિવસ પહેલા જ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં સ્થિત એક બિલ્ડિંગના એક ફ્લેટમાં આગ લાગી હતી, જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. આ આગ પણ ખૂબ જ ભીષણ હતી, જેને ભારે મુશ્કેલીથી કાબૂમાં લેવામાં આવી હતી. બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

શેર માર્કેટની સકારાત્મક શરૂઆત, સેન્સેક્સ ફરી આટલા હજારને પાર; આ શેરોમાં જોવા મળી રહી છે સૌથી વધુ ખરીદી

 

Mumbai Heat Wave મુંબઈ ભઠ્ઠીની જેમ શેકાયું! પારો સીધો ૩૮.૨ ડિગ્રીને પાર ૭ દિવસમાં બીજી વાર હીટવેવ ત્રાટકતાં મુંબઈગરાઓની હાલત કફોડી!
SCLR Flyover Repair Cost પ્રોજેક્ટ્સમાં વિલંબ અને પ્રજાના પૈસાનો વેડફાટ! SCLR ફ્લાયઓવરના સમારકામમાં ₹૧૬ કરોડનો અધધ વધારો સમયમર્યાદા પણ લંબાવાઈ!
Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Exit mobile version