Site icon

મુંબઈના સાકીનાકા વિસ્તારમાં લાગી આગ, ઘણી ઝૂંપડીઓ બળીને ખાખ.. જુઓ વિડીયો

મુંબઈના સાકીનાકામાં આવેલી 3 નંબર ખાડીના એક ઝુંપડામાં આજે આગ ફાટી નીકળી છે. ધીમે-ધીમે આ આગ નજીકના અન્ય અનેક ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ. આગની જાણ થતાં જ ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાના પ્રયાસ કરી રહી છે. જોકે આગના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

Mumbai-Fire breaks out near Andheri East-4 tenders rushed to spot

મુંબઈના સાકીનાકા વિસ્તારમાં લાગી આગ, ઘણી ઝૂંપડીઓ બળીને ખાખ.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મુંબઈના ( Mumbai ) સાકીનાકામાં ( Andheri East ) આવેલી 3 નંબર ખાડીના એક ઝુંપડામાં આજે આગ ( Fire breaks out ) ફાટી નીકળી છે. ધીમે-ધીમે આ આગ નજીકના અન્ય અનેક ઝૂંપડાઓમાં ફેલાઈ ગઈ. આગની જાણ થતાં જ ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાના પ્રયાસ કરી રહી છે. જોકે આગના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

Join Our WhatsApp Community

મુંબઈ ફાયર બ્રિગેડે આ આગને પ્રથમ સ્તરની આગ તરીકે જાહેર કરી છે. ફાયર બ્રિગેડે આ આગ નજીકના 5 થી 6 ઝૂંપડાઓમાં ફેલાઈ જવાની શક્યતા વ્યક્ત કરી છે. BMCએ કહ્યું કે હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી.

આ પહેલા બુધવારે (25 જાન્યુઆરી), મુંબઈના ઉપનગર અંધેરીમાં લોખંડવાલા કોમ્પ્લેક્સમાં સ્થિત 29 માળની રહેવાસી બિલ્ડિંગના 24મા માળે આગ ફાટી નીકળી હતી. આ આગ સવારે 5.15 વાગ્યે કાબૂમાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  કેસરી, સફેદ અને લીલા રંગમાં ઝગમગતું મુંબઈ, મનપાનું હેડક્વાર્ટર તિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું.. જુઓ વિડીયો..

બાંદ્રામાં પેસેન્જર બસમાં આગ લાગી

આ સિવાય 25 જાન્યુઆરીએ બાંદ્રામાં બેસ્ટની બસમાં આગ લાગી હતી. જોકે બસમાં બેઠેલા તમામ મુસાફરો સમયસર બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. થોડીવાર બાદ આગ કાબુમાં આવી હતી.

Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Exit mobile version