મુંબઈના આ વિસ્તારમાં સ્થિત LIC ઓફિસમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે; જુઓ વિડીયો, જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત ઉપનગરોમાં આગની ઘટનાઓ વધી રહી છે. નવી મુંબઈમાં પવને MIDCમાં લાગેલી આગ તાજી હતી ત્યારે હવે આજે વહેલી સવારે મુંબઈ(Mumbai)ના સાંતાક્રુઝ(Santacruz) વિસ્તારમાં આવેલી LIC ઓફિસમાં ભીષણ આગ (Fire)ફાટી નીકળી છે. ઓફિસના બીજા માળે આગ લાગી છે, જેની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ(fire brigade)ની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ ઓફિસના બીજા માળે સેલેરી સેવિંગ સ્કીમ સેક્શન છે જેમાં કોમ્પ્યુટર, ફાઈલ રેકોર્ડ, તમામ લાકડાનું ફર્નિચર આગમાં સંપૂર્ણપણે નાશ પામ્યું હોવાનું જણાઈ રહ્યું છે.  

Join Our WhatsApp Community

 

જોકે રાહતની વાત એ છે કે સવારનો સમય હોવાથી ઓફિસમાં કોઈ હાજર નહોતું. મુંબઈ ફાયર ઓફિસર(Mumbai fire) પાસેથી મળેલી માહિતી અનુસાર, LIC ઓફિસમાં ભીષણ આગ લાગી છે, જેને કાબૂમાં લેવી મુશ્કેલ બની રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા દોઢ કલાકથી ફાયર બ્રિગેડ(fire brigade)ની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી તે સંપૂર્ણ રીતે કાબૂમાં આવી શકી નથી.

આ સમાચાર પણ વાંચો : આમ જનતાને મોંઘવારીનો માર.. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં આજે થયો આટલા રૂપિયાનો વધારો, જાણી લો હવે કેટલામાં પડશે સિલિન્ડર

હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સતત ચાલુ છે. જોકે આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version