News Continuous Bureau | Mumbai
Mumbai fire : અંધેરીના સાકીનાકા વિસ્તારમાં આજે સવારે એક કારખાનામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે આ આગમાં 15 હજાર ચોરસ ફૂટ જગ્યામાં લાકડાનું ફર્નિચર, કપડાં, મશીનરી, કાગળના બંડલ બળીને ખાખ થઈ ગયા હોવાના અહેવાલ છે.
આગના કારણે કુર્લા અંધેરી માર્ગ પરથી પસાર થતા રસ્તા પર ટ્રાફિક જામ છે. મુંબઈ: અંધેરી-કુર્લા રોડ પર સાકીનાકા વિસ્તારમાં એક માળના ગોડાઉનમાં સવારે 9 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જોકે સ્થળ પર આગ ઓલવવાની કામગીરી હજુ ચાલુ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી.
જુઓ વિડીયો
Breaking | Fire at Jarimari area in Sakinaka. Traffic on busy Kurla Andheri Road disrupted. pic.twitter.com/n637m6czem
— MUMBAI NEWS (@Mumbaikhabar9) March 2, 2024
આ સમાચાર પણ વાંચો : RSS નેતાના હત્યાનો આરોપી, NIA નો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી આ દેશમાંથી ઝડપાયો. જાણો વિગતે..
