Site icon

Mumbai Fire: મુંબઈના માત્ર આઠ કલાકમાં અલગ અલગ આટલી આગની ઘટનાઓ નોંધાઈ..

Mumbai Fire: મુંબઈમાં આગ લાગવાની ઘટનાનો ક્રમ હાલ યથાવત જ છે. જેમાં હવે શહેરમાં આઠ કલાકની અંદર ત્રણ અલગ અલગ આગની ઘટનાઓ બની હતી. જો કે તાત્કાલિક કાર્યવાહી કરતા જાનહાની ટળી હતી.

Mumbai Fire Fire incidents were reported in Ray Road, Powai and Malad in just eight hours of Mumbai..

Mumbai Fire Fire incidents were reported in Ray Road, Powai and Malad in just eight hours of Mumbai..

News Continuous Bureau | Mumbai

Mumbai Fire: હાલ ગરમીનું પ્રમાણ વધતા શહેરમાં માત્ર આઠ કલાકના ગાળામાં, આગની ત્રણ અલગ-અલગ ઘટનાઓ જોવા મળી હતી, જેમાં શહેરની ઈમરજન્સી સેવાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી હતી.

Join Our WhatsApp Community

પ્રથમ ઘટના રે રોડ ( Reay Road ) પર દારુખાના વિસ્તારમાં આવેલા દેવીદયાલ કમ્પાઉન્ડમાં સ્થિત એક ગોદામમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ( fire ) ફાટી નીકળી હતી. આ આગ, જે સવારે 10:30 વાગ્યાની આસપાસ ભભૂકી ઉઠી હતી, આગની ઘટના બનતા જ મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) અને મુંબઈ ફાયર બ્રિગેડ ( MFB ) તરફથી ઝડપી કાર્યવાહી કરવામાં આવતા આગ ઔદ્યોગિક વસાહતના એક માળના માળખા સુધી સિમીત રહેતા કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના થઈ નથી. આગની તીવ્રતાને કારણે પડકારોનો સામનો કરવો પડ્યો હોવા છતાં, અગ્નિશામક કર્મચારીઓ, સ્થાનિક નાગરિક વોર્ડ સ્ટાફ, મુંબઈ પોલીસ, મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) કામદારો અને એમ્બ્યુલન્સ સેવાઓનો સમાવેશ કરતી એક વ્યાપક ટીમે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા કામ કર્યું હતું. આગનું કારણ હાલ તપાસ હેઠળ છે, જો કે MFBએ આ આગને ‘લેવલ-3’ ઘટના તરીકે વર્ગીકૃત કર્યું હતું.

Mumbai Fire: બીજી ઘટનામાં, સવારે 11:19 વાગ્યે, પવઈ પશ્ચિમમાં હિરાનંદાની નજીક 90 ફીટ રોડ નજીક આગ ફાટી નીકળી હતી.

બીજી ઘટનામાં, સવારે 11:19 વાગ્યે, પવઈ પશ્ચિમમાં ( Powai West ) હિરાનંદાની નજીક 90 ફીટ રોડ નજીક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 12-15 ઝૂંપડાં ધરાવતાં અંદાજે 1500 ચોરસ ફૂટ વિસ્તારને આગને અસર કરતી હોવા છતાં MFBએ ઝડપથી પ્રતિક્રિયા આપી, જાનહાનિ થતાં અટકાવી હતી. આ આગમાં ઇલેક્ટ્રીક વાયરિંગ, ઘરવપરાશની ચીજવસ્તુઓ, કપડાં અને એલપીજી સિલિન્ડરો દ્વારા બળતી જ્વાળાઓને MFB, પોલીસ, અદાણી ઈલેકટ્રીસીટી અને વોર્ડ સ્ટાફ સહિત અનેક એજન્સીઓની બનેલી ટીમ દ્વારા સફળતાપૂર્વક બુઝાવવામાં આવી હતી. ફાયર એન્જીન, ફોમ ટેન્ડર, જેટ ટેન્ડર અને ક્વિક રિસ્પોન્સ વાહનો સહિતના અગ્નિશમન સંસાધનો દ્વારા પરિસ્થિતિને કાબુમાં રાખવામાં મદદ મળી હતી.

આ સમાચાર પણ વાંચો : RBI: RBIએ 5 બેંકો સામે કડક પગલાં લીધા, આટલા લાખ રૂપિયાનો દંડ લગાવ્યો; જાણો શું છે કારણ..

ત્રીજી ઘટના મલાડ પશ્ચિમમાં ( Malad West ) અંબોજવાડી વિસ્તારમાં ગરીબ નવાઝ મસ્જિદ પાસે બની હતી. નજીકના મોબાઇલ નેટવર્ક ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગની ઘટનાની આસપાસ ઝુંપડપટ્ટી હોવાથી ટાવરની નીચે આવેલા મકાનોને નોંધપાત્ર નુકસાન થયું હતું. મહાપાલિકા દ્વારા ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક મોકલવા છતાં, આ વિસ્તારની ઝૂંપડપટ્ટીની સ્થિતિને કારણે ભારે ટ્રાફિક ભીડને કારણે સ્થળ સુધી પહોંચવામાં ફાયર વિભાગને પડકારો ઊભા થયા. મોબાઈલ ટાવર ગેરકાયદેસર હોવાનો ઘટસ્ફોટ થતાં પરિસ્થિતિમાં વધુ જટિલતા ઉમેરાઈ હતી. આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

34 Walkathons: સાંસદ ક્રીડા મહોત્સવ 2025ના ભાગરૂપે આજે ઉત્તર મુંબઈમાં કુલ 34 વોકેથોન યોજાઈ
Mumbai Monorail: મુંબઈમાં મોટો ખતરો: મોનોરેલ પાટા પરથી ઉતરી, પ્રથમ ડબ્બો હવામાં લટક્યો! જુઓ આઘાતજનક વિડિયો
Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Exit mobile version