Site icon

Mumbai Fire : મુંબઈમાં આ વિસ્તારમાં સ્થિત એક રેસ્ટોરન્ટમાં ફાટી નીકળી ભીષણ આગ, આટલા લોકો જીવતા સળગીને થયા ભડથું.. જુઓ વિડીયો

Mumbai Fire : ગ્રાન્ટ રોડના કમાઠીપુરા વિસ્તારમાં સ્થિત એક રેસ્ટોરન્ટમાં રાત્રે 2 વાગ્યે આ ભીષણ આગ લાગી હતી. ગ્રાન્ટ રોડ પર કમાઠીપુરા માં રેસ્ટોરન્ટમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે. આગની જ્વાળાઓને કારણે નજીકના એક મોલ અને બહુમાળી ઇમારતને ખાલી કરાવવામાં આવી છે.

Mumbai Fire Major fire in Mumbai's Kamathipura, charred body found, 16 fire engines on spot

Mumbai Fire Major fire in Mumbai's Kamathipura, charred body found, 16 fire engines on spot

News Continuous Bureau | Mumbai 

Mumbai Fire : દેશની આર્થિક  રાજધાની મુંબઈમાં આજકાલ આગ લાગવાની ઘટના વધી રહી છે. બુધવારે એક જ દિવસમાં બે વખત આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી ત્યારે હવે ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે મુંબઈના ગ્રાન્ટ રોડ પર કમાઠીપુરા વિસ્તારમાં આવેલા ટિમ્બર માર્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ છે. અધિકારીઓએ આગને કાબૂમાં લેવા માટે કુલ 16 ફાયર એન્જિન અને એક બહુમાળી ઇમારતમાંથી પાણીની બે લાઈન ઘટના સ્થળે દોડી આવી હતી. આગની આ ઘટનામાં અત્યાર સુધીમાં એકનું મોત નિપજ્યું છે.

Join Our WhatsApp Community

દુર્ઘટનામાં એકનું મોત 

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, ગ્રાન્ટ રોડ પર કમાઠીપુરા માં એક રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં એકનું મોત થયું છે. કોમ્પ્લેક્ષના બાથરૂમમાંથી અજાણ્યા પુરૂષની સળગી ગયેલી લાશ મળી આવી હતી. જે બાદ તેને જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

જુઓ વિડીયો 

અગ્નિશમન અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ બની હતી. આગ બિલ્ડિંગના બે માળ સુધી મર્યાદિત હતી. આગની જ્વાળાઓને કારણે નજીકના એક મોલ અને એક બહુમાળી ઇમારતને ખાલી કરાવવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Tomato For Skin: ત્વચા માટે વરદાન છે ટામેટા, આ રીતે કરો ઉપયોગ, આપશે પાર્લર જેવો ગ્લો.

હાલ અસરગ્રસ્ત રોડ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં દોડતી બેસ્ટની બસોને ડાયવર્ટ કરવામાં આવી છે.

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version