Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Firing : મુંબઈમાં ગોળીબાર, CSMT નજીક સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ પાસે બની ઘટના વેપારી ગંભીર રીતે ઘાયલ, જાણો શું છે હુમલા પાછળનું કારણ?

Mumbai Firing : સોમવારે મોડી રાત્રે મુંબઈમાં ગોળીબારની ઘટના બની હતી. સીએસએમટી વિસ્તારમાં પીડી મેલો રોડ પર રાત્રે 10.30 કલાકે ફાયરિંગ થયું હતું. જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. ગોળીબારની ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ પાસે ફાયરિંગ થયું હતું. માતા રમાબાઈ આંબેડકરનગર પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Mumbai Firing Man injured in firing near P D'Mello Road, assailant flees away with valuables

Mumbai Firing Man injured in firing near P D'Mello Road, assailant flees away with valuables

News Continuous Bureau | Mumbai

Mumbai Firing : મહારાષ્ટ્રમા કાયદો અને વ્યવસ્થા પર સતત આક્ષેપ થઈ રહ્યા છે. રાજ્યમાં હત્યા, ચોરી અને લૂંટની અનેક ઘટનાઓ બની રહી છે. હવે મુંબઈ ગોળીબારની ઘટનાથી હચમચી ઉઠ્યું છે. મુંબઈની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના વિસ્તારમાં રાત્રે ફાયરિંગ ઘટના પ્રકાશમાં આવી છે. મળતા અહેવાલો મુજબ સોનું લઈ જઈ રહેલા વેપારી પર લૂંટારુઓએ ફાયરિંગ કર્યું હતું. ગોળીબારમાં વેપારી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Join Our WhatsApp Channel

Mumbai Firing : લૂંટારુઓએ વેપારી પર ફાયરિંગ કર્યું 

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ નજીક પી ડિમેલો રોડ પર સોનાના વેપારીને ગોળી મારવામાં આવી હતી. આ ઘટના સોમવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ બની હતી. ટુ-વ્હીલર પર આવેલા 3  લૂંટારુઓએ વેપારી પર ફાયરિંગ કર્યું તેની પાસેથી સોનાની થેલી આંચકીને ભાગી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : એક જ નંબરની બે કાર, મુંબઈની તાજ હોટલની સામે ઉભી હતી બે ગાડી; આ રીતે થયો મામલાનો ખુલાસો..

Mumbai Firing :  ફાયરિંગમાં ગોળી વેપારીને પગમાં વાગી 

ફાયરિંગમાં ગોળી વેપારીને પગમાં વાગી હતી. આ ફાયરિંગમાં આંગડિયા નામનો વેપારી ઘાયલ થયો છે અને તે હાલ સૈફી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એમઆરએ માર્ગ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે. ચોરીના ઈરાદે ગોળીબાર કરવામાં આવ્યો હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે. આ ઘટનાએ ચકચાર જગાવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version