Site icon

Mumbai: દેશમાં પહેલીવાર 3 મહિનાની બાળકી પર બળાત્કાર અને હત્યા કર્યા બાદ ટ્રાન્સજેન્ડરને આપવામાં આવી ફાંસીની સજા.

Mumbai: મુંબઈ સેશન્સ કોર્ટે મંગળવારે ત્રણ મહિનાની બાળકીનું જાતીય શોષણ કરવા બદલ દોષિત ટ્રાન્સજેન્ડરને ફાંસીની સજા ફટકારી છે. સંભવતઃ આ પ્રથમ વખત બન્યું છે કે કોર્ટે કોઈ ટ્રાન્સજેન્ડરને મૃત્યુદંડની સજા સંભળાવી હોય.

Mumbai For the first time in the country, a transgender got the death penalty after raping and killing a 3-month-old girl..

Mumbai For the first time in the country, a transgender got the death penalty after raping and killing a 3-month-old girl..

News Continuous Bureau | Mumbai 

Mumbai: ત્રણ મહિનાની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં કોર્ટે ટ્રાન્સજેન્ડરને ( transgender ) ફાંસીની સજા સંભળાવી છે. દેશમાં આ પહેલો કેસ છે, જ્યારે કોઈ ટ્રાન્સજેન્ડરને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હોય. મુંબઈ સેશન્સ કોર્ટના ( Mumbai Sessions Court ) જજ અદિતિ કદમે આ નિર્ણય આપ્યો છે. ચુકાદો સંભળાવતા જજ અદિતિ કદમે કહ્યું, ‘આજીવન કેદ એ નિયમ છે અને મૃત્યુદંડ અપવાદ છે. રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કેસમાં આ સજા આપવામાં આવે છે. આ ગુનો એવો છે કે આ કેસમાં ( Rape case ) જે રીતે અમાનવીયતા અને બર્બરતા દર્શાવવામાં આવી છે તેથી આ આના માટે ફાસીની સજા જ યોગ્ય છે. 

Join Our WhatsApp Community

એક અહેવાલ મુજબ, 24 વર્ષીય ટ્રાન્સજેન્ડર વિરુદ્ધ નવજાત બાળકીના ( newborn baby girl ) અપહરણ, બળાત્કાર અને હત્યાનો કેસ ( Murder case )  ચાલી રહ્યો હતો. તેણે 2021માં મુંબઈના કફ પરેડ વિસ્તારમાં આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે કોર્ટે ટ્રાન્સજેન્ડરને સજા સંભળાવી રહી હતી ત્યારે તેના ચહેરા પર કોઈ હાવભાવ નહતા અને તે ચુપચાપ ઊભો હતો. ઘટનાનો ભોગ બનેલી નવજાત બાળકીના પિતાએ કહ્યું કે આ કેસમાં કોર્ટમાં કાર્યવાહી ઝડપથી આગળ વધી છે. અમે આ નિર્ણયથી સંતુષ્ટ છીએ.

 આ કેસમાં કોર્ટે અન્ય એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો…

મળતી માહિતી મુજબ, બાળકીના જન્મના ત્રણ મહિના પછી, ટ્રાન્સજેન્ડર સામાન્ય રિવાજની જેમ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ફરિયાદીના ઘરે પૈસાની માંગણી કરવા ગયો હતો. ફરિયાદીની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેણે ટ્રાન્સજેન્ડરને પૈસા આપવાની ના પાડી હતી. આનાથી નારાજ થઈને ટ્રાન્સજેન્ડરે 9 જુલાઈ 2021ના રોજ ફરિયાદીની નવજાત 3 મહિનાની પુત્રીનું અપહરણ કરી લીધું હતું. ત્યારબાદ કફ પરેડ વિસ્તારમાં આવેલી ખાડીમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેણે બાળકી પર બળાત્કાર કર્યો હતો અને તેને પાણીમાં ડુબાડીને તેની હત્યા કરી હતી. જેમાં પોક્સો કોર્ટના ન્યાયાધીશે કહ્યું કે આ ઠંડા કલજે કરેલી હત્યા હતી. આના માટે આરોપીને કોઈ પશ્તાવો નહતો.

આ સમાચાર પણ વાંચો :  Sarabhai vs Sarabhai: અનુપમા બાદ હવે ‘સારાભાઈ વી સારાભાઈ 3’ માં જોવા મળશે રૂપાલી ગાંગુલી? શો ના મેકર્સ જે ડી મજેઠીયા એ શેર કર્યું અપડેટ

ન્યાયાધીશે ચુકાદો આપતા વધુમાં કહ્યું હતું કે, આ એક અપરાધ છે જે કોઈપણ બાળકીના માતા-પિતાને આઘાત પહોંચાડે છે. આરોપીના મનમાં કેટલી હદે ઝેર હતું અને તેની માનસિકતા શું હશે તે પણ સમજની બહાર છે. ન્યાયાધીશે કહ્યું હતું કે, આ કેસ મૃત્યુદંડ માટે યોગ્ય છે. ચુકાદામાં, ન્યાયાધીશે આગળ કહ્યું હતું કે, દોષિતે આવો જઘન્ય અપરાધ કરવાની યોજના પહેલેથી જ બનાવી લીધી હતી.તેથી આવા આરોપી માટે ફાંસીની સજા જ યોગ્ય રહેશે. આ મામલે બાળકીની માતાએ બે આરોપીઓ વિરોધ ફરિયાદ નોંધાવી હતી. જો કે આ કેસમાં કોર્ટે અન્ય એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો..

Mumbai: મોટા સમાચાર, મુંબઈની ઓસી વગરની સેંકડો સોસાયટીઓને મોટો ફાયદો! પહેલા છ મહિનામાં અરજી કરશો તો ‘નો પેનલ્ટી’
Maharashtra Government: મહારાષ્ટ્ર સરકારની અષ્ટવિનાયક યોજનાથી શ્રદ્ધા, પર્યટન અને અર્થતંત્રને વેગ મળશે.
Kapil Sharma controversy: મનસેએ કપિલ શર્માને આડા હાથે લીધો કહ્યું ‘મુંબઈને બોમ્બે કહેવાની હિંમત ન કરતા!’
Mumbai Hit and Run: મુંબઈના લાલબાગ નજીક હિટ-એન્ડ-રન: બે વર્ષની બાળકીનું મોત, ભાઈ ગંભીર રીતે ઘાયલ
Exit mobile version