Site icon

Mumbai: થાણે- ભિવંડીને જોડનાર મેટ્રો 5 પ્રોજેક્ટ માટે, હવે કાંદળવનના 31 વૃક્ષો કાપવાનની મળી ગઈ મંજુરી..

Mumbai: મેટ્રો 5ના પહેલા તબક્કાનું કામ પૂર્ણ થવાની આરે છે. ત્યારે બીજા તબક્કા માટે પણ સંબંધિત વિભાગો પાસેથી એમએમઆરડીએ મંજુરી મેળવી લીધી છે.

Mumbai For the Thane-Bhiwandi Metro 5 project, permission has now been granted to cut 31 Kandalvan trees..

Mumbai For the Thane-Bhiwandi Metro 5 project, permission has now been granted to cut 31 Kandalvan trees..

News Continuous Bureau | Mumbai 

Mumbai: થાણે-ભિવંડી-કલ્યાણ શહેરોને જોડનારો મેટ્રો 5 ( Metro 5 ) માર્ગમાંનો હવે બીજો અવરોધ દૂર કરવામાં આવ્યો છે. આ માર્ગમાં આવતા કાંદળવનના  31 વૃક્ષો કાપવાની ( Trees Cutting ) મંજૂરી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી ( MMRDA ) મળી ગઈ છે. આથી મેટ્રો 5નું કામ ઝડપથી થાય તે માટે રસ્તો ખુલ્લી ગયો છે. 

Join Our WhatsApp Community

મેટ્રો 5 માર્ગિનો 12.7 કિલોમીટરનો પ્રથમ તબક્કાનું કામ હાલ શરુ છે. પ્રથમ તબક્કામાં 6 સ્ટેશનો નિર્માણાધીન છે; પરંતુ ભિવંડીના કશેલી ગામની હદમાં આવેલા કાંદળવન ( Kandalvan  ) દ્વારા આ માર્ગનું નિર્માણ અવરોધાયું હતું. અંતે, હવે આ અવરોધો દૂર કરાયો છે. એમએમઆરડીએને કાંદળવનના વૃક્ષો ( Kandalvan trees ) કાપવાની પરવાનગી મળી ગઈ છે. આ મુજબ કશેલીની ખાડીમાં 0.32 હેક્ટર વિસ્તારમાં 31 કાંદળવન વૃક્ષો કાપવાના રહેશે. તે જ સમયે, તે જ વિસ્તારમાં 0.377 હેક્ટર જંગલની જમીન પણ મેટ્રો રૂટથી પ્રભાવિત થશે. આ જમીન મેટ્રોના કામો માટે ટ્રાન્સફર કરવાની MMRDAને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી પણ પરવાનગી મળી ગઇ છે.

  આ લાઈનને પર્યાવરણીય મંજુરી પણ હવે મળી ગઈ છે…

દરમિયાન, મેટ્રો લાઇનના કામમાં પર્યાવરણીય મંજૂરીની અડચણ હવે દૂર થઈ ગઈ છે, જેનાથી બાકીનું કામ પૂર્ણ થવાનો અને મેટ્રો લાઇન શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે.

આ સમાચાર પણ વાંચો :  Sharad Pawar: રાયગઢમાં શરદ પવારે પાર્ટીનું નવું ચૂંટણી ચિન્હ લોન્ચ કર્યું, કહ્યું આ તુતારી વિરોધીઓમાં ડર વધારશે..

પ્રાપ્ત માહિતી મુજબ, આ જંગલની જમીનના બદલામાં ‘એમએમઆરડીએ’ પ્રોજેક્ટની આસપાસના વિસ્તારમાં લગભગ 500 વૃક્ષો વાવવાના રહેશે. હાલમાં આ રૂટનું 85 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે ‘એમએમઆરડીએ’ બાકીના કામોને પૂર્ણ ઝડપે કરવા અને પ્રોજેક્ટને ટ્રેક પર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Exit mobile version