News Continuous Bureau | Mumbai
Mumbai: નવી મુંબઈમાં કેબની ટક્કરથી એક વ્યક્તિનું મોત થયું છે. મૃતક વ્યક્તિ ઇન્ટેલ ઇન્ડિયાના ( Intel India ) ભૂતપૂર્વ વડા અવતાર સૈની ( Avtar Saini ) હતા. અવતાર સૈની એ જ વ્યક્તિ હતા જેમણે પેન્ટિયમ પ્રોસેસરની ડિઝાઇનનું નેતૃત્વ કર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, નવી મુંબઈમાં બુધવારે સવારે એક ઝડપી કારે તેમની સાયકલને ( Cycling ) ટક્કર મારી હતી, પરિણામે તેનું મૃત્યુ થયું હતું.
એક અહેવાલ મુજબ, બુધવારે સવારે લગભગ 5.50 વાગ્યે તેઓ નેરુલ વિસ્તારમાં પામ બીચ રોડ પર તેમના અન્ય સાથીદારો સાથે સાઈકલ ચલાવી રહ્યા હતા. ત્યારે ઝડપથી આવતી કેબે ( Speeding car ) સૈનીની સાયકલને પાછળથી ટક્કર મારી હતી અને કેબ ડ્રાઈવરે ટ્ક્કર માર્યા બાદ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.. આ અકસ્માતમાં ( road accident ) સૈની ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
અવતાર સૈની 1982 થી 2004 સુધી ઇન્ટેલ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ હતા….
ઉપનગરીય ચેમ્બુરના રહેવાસી સૈની, ‘Intel 386’ અને ‘486 માઇક્રોપ્રોસેસર્સના કામકાજ પરના તેમના કામ માટે જાણીતા હતા. તેમણે કંપનીના ‘પેન્ટિયમ પ્રોસેસર’ને ડિઝાઇન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે હાલ કેબ ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે.
આ સમાચાર પણ વાંચો : Income Tax: દુનિયાના 8 દેશોમાં નથી વસુલાતો ઈન્કમ ટેક્સ.. જાણો શું છે કારણ…
અવતાર સૈની 1982 થી 2004 સુધી ઇન્ટેલ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ હતા. આ સમય દરમિયાન, તેમણે ઇન્ટેલ 386, ઇન્ટેલ 486 અને લોકપ્રિય પેન્ટિયમ પ્રોસેસર સહિત ઘણા પ્રોસેસરો ડિઝાઇન કરવામાં મદદ કરી.
આ ઘટનામાં હજુ સુધી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
