News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના કાંદિવલી વેસ્ટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પ્રેમિકા સહિત તેની માતા અને બહેનની હત્યા(Murder) કરીને પોતે આત્મહત્યા(suicide) કરી લીધી છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં આ બધું પ્રેમ પ્રકરણમાં થયું હોવાનું બહાર આવ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ પોલીસના જણાવ્યા અનુસાર, કાંદિવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક જ પરિવારની બે છોકરીઓ અને તેમની માતાની તેમના જ ડ્રાઈવરે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી અને પછી પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.
તમારી બિલ્ડિંગ તો સી-વન કેટેગરીમાં નથીને. મુંબઈની આટલી બિલ્ડિંગમાં અતિશય જોખમી હાલતમાં.. જાણો વિગત.
કહેવામાં આવી રહ્યું છે ડ્રાઈવર(driver)નું નાની છોકરી સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. જેના કારણે તેની અને યુવતીની માતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ તકરારમાં તેણે પહેલા માતાની હત્યા કરી. બાદમાં તેણે બંને બહેનોની હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
તે જ સમયે, મામલો પ્રકાશમાં આવ્યા પછી, સ્થળ પર પહોંચેલી કાંદિવલી પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
(આ સમાચાર 12 વાગ્યે લખાયા છે અને અપડેટ થઇ રહ્યા છે)
