Site icon

વાહ!! મુંબઈને મળ્યો રેલવે લાઈન નીચેથી પસાર થતો સૌથી પહેલો ફુટ અન્ડરબ્રિજ,જાણો વિગતે.જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાને રેલવેના(Railway) પાટા નીચેથી પસાર થતો સૌથી પહેલો ફુટ અન્ડરબ્રિજ(Foot under bridge) મળ્યો છે. સેન્ટ્રલ રેલવેના(Central railway) એલિવેટેડ સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન(Sandhurst Road Station) નીચે આ એફઓબી બાંધવામાં આવ્યો છે. સ્ટેશનની વિચિત્ર ડિઝાઈનને કારણે રેલવે પાટા નીચે આ આ ફુટ અન્ડર બ્રિજ(FUB) બનાવ્યો છે, જે હાર્બર લાઈન પર ના બન્ને પ્લૅટફૉર્મ ને જોડે છે.

Join Our WhatsApp Community

હાલ એલિવેટેડ સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશનનો જૂનો રેગ્યુલર બ્રિજ આજથી રિપેરિંગ હેઠળ ગયો છે. તેથી હાર્બર લાઈનના(Harbour line) પ્રવાસીઓને એક પ્લેટફોર્મ થી બીજા પ્લેટફોર્મ  પર જવા માટે આ નવો એફઓબી બાંધવામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો :  યાત્રી કૃપયા ધ્યાન દે!!! પશ્ર્ચિમ રેલવેની અમુક ટ્રેનો આ કારણથી બાંદ્રાને બદલે બોરીવલીમાં ટૂંકાવી દેવામાં આવશે.  જાણો વિગતે.

એફયુબી એ મુજબનો બનાવવામાં આવ્યો છે, જેમા પ્રવાસીઓને રેલવે પરિસરની બહાર ગયા વિના જ હાર્બર લાઇનના પ્લૅટફૉર્મ-નંબર ૩ અને ૪ વચ્ચે જઈ શકશે.  આ એફયુબી સીએસટી તરફ એટલે કે સ્ટેશન ના ઉત્તર છેડા પર બાંધવામાં આવ્યો છે.

આ વર્ષની શરૂઆતમાં જે પુલ ખોલવામાં આવ્યો હતો એ બે રેલ લાઇનની નીચેનું જોડાણ છે અને એમાં વાડીબંદર યાર્ડ(Wadibandar Yard) અને પી ડી’મેલો રોડથી બહાર નીકળવા માટેના રસ્તા માટે સીડીની ઍક્સેસ પણ છે.

 

Mumbai Cyber Fraud: મુંબઈમાં ગેસ બિલના નામે ₹40 લાખની છેતરપિંડી: ઘાટકોપરના શખ્સ સાથે મોટું સાયબર ફ્રોડ, એક લિંક ક્લિક કરવી પડી મોંઘી
Mira Bhayandar Bar Raid:મીરા-ભાઈંદરમાં બાર પર પોલીસનો દરોડો: ગુપ્ત ભોંયરા જેવી કેવિટીમાંથી 9 યુવતીઓ મળી આવી, માલિક સહિત 13 જેલભેગા
Kurar Fake Passport Racket: કુરારમાં નકલી પાસપોર્ટ રેકેટનો પર્દાફાશ: ટેરર ફંડિંગની આશંકાએ પોલીસ તપાસ તેજ, 22 વર્ષમાં 50 વખત કુવૈતની મુસાફરી
Honeytrap in Mumbai: મુંબઈમાં હનીટ્રેપનો શિકાર બન્યા બેંક મેનેજર: ગોરાઈની હોટલમાં ₹4.25 લાખની લૂંટ, બે મહિલાઓની અટકાયત
Exit mobile version