સાવચેત રહેજો- મુંબઈથી બહાર જતો આ રસ્તો છેલ્લા પંદર કલાકથી છે બંધ

News Continuous Bureau | Mumbai

મુંબઈ-ગોવા હાઈવે(Mumbai Goa Highway) છેલ્લા 15 કલાકથી બંધ છે. રત્નાગિરીના લાંજ્યા પાસે અંજની બ્રિજ પર એલપીજી ટેન્કર(LPG Tanker) પલટી જતાં ટ્રાફિક અવરોધાયો છે. આ અકસ્માતના પગલે મુંબઈ-ગોવા હાઈવે પરના ટ્રાફિકને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યો છે. આ માર્ગ પરનો ટ્રાફિક પુનાસ, કઝાઘાટી, રત્નાગીરી તરફ વાળવામાં આવ્યો છે. તેમજ મુંબઈ તરફ જતા ટ્રાફિકને શિપોલી, પાલી, ડભોલે થઈને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

મળતી જાણકારી મુજબ, આ અકસ્માત ગુરુવારે બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે થયો હતો. અકસ્માતગ્રસ્ત ટેન્કર ભારત પેટ્રોલિયમ કંપનીનું છે. આ ટેન્કર મુંબઈ-ગોવા હાઈવે પરથી ગોવા તરફ જઈ રહ્યું હતું. રત્નાગીરીના લાંજ્યા પાસે અંજનારી પુલ પરથી એક એલપીજી ટેન્કર નદીના પટમાં પડી ગયું. આ ટેન્કરમાં અંદાજે 24 થી 28 કિલો એલપીજી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંનો ગેસ સલામત રીતે બહાર કાઢ્યા બાદ જ આ માર્ગ પરનો વાહનવ્યવહાર પૂર્વવત થશે. આથી છેલ્લા 15 કલાકથી બ્લોક થયેલો હાઇવે ક્યાં સુધી બ્લોક રહેશે તેવો પ્રશ્ન ઉભો થાય છે.

 આ સમાચાર પણ વાંચો : 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version