Site icon

Mumbai: અરે વાહ શું વાત છે, નરીમાન પોઇન્ટ પર ફૂલ પાર્કિંગ મળશે. આ છે સરકારની નવી યોજના..

Mumbai: MMRDA મુંબઈમાં પાર્કિંગની સમસ્યાનો ઉકેલવા માટે નરીમન પોઈન્ટ પર ટૂંક સમયમાં 250 ફોર-વ્હીલર્સની ક્ષમતા ધરાવતું વિશાળ પાર્કિંગ લોટ બનાવવામાં આવશે.

Mumbai Good news for Mumbaikars! Now a large multi-storied parking lot will soon be built in Nariman Point

Mumbai Good news for Mumbaikars! Now a large multi-storied parking lot will soon be built in Nariman Point

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈના નરીમાન પોઇન્ટમાં ( Nariman Point ) ટૂંક સમયમાં 250 ફોર-વ્હીલર ( Four Wheeler Vehicles ) ક્ષમતા ધરાવતું વિશાળ પાર્કિંગ લોટ ( Parking lot )  બનાવવામાં આવવાની અપેક્ષા છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી ( MMRDA ) એ આ પાર્કિંગ લોટ વિકસિત કરવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ સાથે આ પાર્કિંગ લોટથી MMRDAને ઓછામાં ઓછી 8.5 લાખ રૂપિયાની માસિક આવક ( Monthly income ) થશે. 

Join Our WhatsApp Community

1997માં, રાજ્ય સરકારના વન અને મહેસૂલ વિભાગે નરીમન પોઈન્ટ ખાતે બેક બે રિક્લેમેશન સ્કીમ હેઠળ MMRDAને 5,663 ચોરસ મીટર જમીન ભાડે આપી હતી. આ જમીન MMRDA દ્વારા L&T ક્રોસરોડ્સને ( L&T Crossroads ) વિકાસ માટે લીઝ પર આપવામાં આવી હતી. તેના પર કુલ 11 માળ બનાવવામાં આવ્યા છે અને ત્રણ માળ કોમર્શિયલ ઉપયોગ માટે છે. બાકીના આઠ માળ પર પાર્કિંગ માટે જગ્યા બનાવવામાં આવશે.

તમામ આઠ માળા પર વાહનો માટે પાર્કિંગની ક્ષમતા 500 જેટલી રહેવાની અપેક્ષા છે.

મળતી માહિતી મુજબ તમામ આઠ માળા પર વાહનો (ફોર વ્હીલર) માટે પાર્કિંગની ( parking ) ક્ષમતા 500 જેટલી રહેવાની અપેક્ષા છે. જેમાંથી 250 વાહનોનો હિસ્સો એમએમઆરડીએનો રહેશે અને આ પાર્કિંગની જગ્યા ત્રીજાથી સાતમા માળની વચ્ચે રહેશે. હાલ MMRDAએ 250 વાહનોના ક્ષમતા ધરાવતા પાર્કિંગ સ્થળ વિકસાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Year Ender : એક એવો દેશ જે ફ્કત હિંદુ કેલેન્ડરને અનુસરે છે… અહીં 1 જાન્યુઆરીએ નવુ વર્ષ નથી ઉજવાતું.. જાણો શું છે કારણ..

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રીજા અને ચોથા માળે 57-57, પાંચમા અને છઠ્ઠા માળે 66-66 અને સાતમા માળે ચાર પાર્કિંગની જગ્યા હશે. જે બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યા છે તે જ્ગ્યાઓ અત્યાધુનિક લિફ્ટ્સ, એસ્કેલેટર, પાંચ એર-કન્ડિશન્ડ સિનેમા, 19 દુકાનો અને ફૂડ કોર્ટથી સજ્જ હશે. અહીં આવતા ગ્રાહકો આ પાર્કિંગ જગ્યાનો ઉપયોગ કરશે. તે અર્થમાં, MMRDA ઓછામાં ઓછી 8, 45, 250 રૂપિયાની માસિક આવકની અપેક્ષા રાખવામાં આવી રહી છે. MMRDA દ્વારા બહાર પાડવામાં આવતા ટેન્ડરની છેલ્લી તારીખ 25મી જાન્યુઆરી રહેશે

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version