News Continuous Bureau | Mumbai
Mumbai heavy rain:ગઈકાલે પડેલા અનરાધાર વરસાદે મુંબઈની ગતિને બ્રેક લગાવી દીધી હતી. વરસાદ એવા સમયે પડ્યો હતો જ્યારે લોકો તેમના કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. ભારે વરસાદના કારણે લોકો ફસાઈ ગયા હતા. દરમિયાન મુંબઈના પૂર્વ ઉપનગરોમાં ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. પાણીમાં ડૂબેલા વાહન જોવા મળે છે. બાઈકથી લઈને કાર સુધી બધું પાણીમાં ડૂબી ગયું છે. આ સ્થિતિમાં લોકો તરતા પણ જોવા મળે છે. વિડિયો જોયા પછી બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
Mumbai heavy rain: જુઓ વિડિયો
#મુંબઈમાં આફતનો #વરસાદ, બાઈકથી લઈને કાર સુધી બધું પાણીમાં ડૂબી ગયું; જુઓ #વિડીયો..#MumbaiWeather #MumbaiRain #heavyrainfall #Mumbai #𝐋𝐁𝐒𝐑𝐨𝐚d𝐊𝐮𝐫𝐥𝐚 #Kurla #kurlarain #Rainfall #newscontinuous pic.twitter.com/0awDMVaGDE
— news continuous (@NewsContinuous) September 26, 2024
ગઈ કાલે બપોર પછી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદે એવું જોર પકડ્યું હતું કે રાત સુધીમાં મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. મુંબઈના કુર્લા ઈસ્ટ, નહેરુ નગર, ચેમ્બુરમાં પણ પાણી ભરાયાની તસવીરો જોવા મળી હતી.
Mumbai heavy rain: રેડ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે મુંબઈ અને પડોશી જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે સાંજે મુંબઈ અને તેના પડોશી જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ મુજબ અહીં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સાથે BMC પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ઘરમાં જ રહે અને અત્યંત જરૂરી હોય ત્યારે જ બહાર નીકળે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Rain : મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગાડીઓની લાંબી કતાર; જુઓ વીડિયો
