News Continuous Bureau | Mumbai
Mumbai Heavy Rain: મુંબઈમાં આ ચોમાસાની સિઝન ધોધમાર વરસાદ સાથે પૂરજોશમાં ચાલી રહી છે. બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીના આંકડા મુજબ, મુંબઈમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સાંતાક્રુઝમાં સરેરાશ કરતાં ૧૨૦.૧૫% વરસાદ પડ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે આ વર્ષે શહેરમાં વરસાદે તેની વાર્ષિક સરેરાશને વટાવી દીધી છે. ૧૪ સપ્ટેમ્બર સુધીમાં, સાંતાક્રુઝમાં કુલ ૨૭૮૬.૩ મિમી વરસાદ નોંધાયો છે, જે તેની વાર્ષિક સરેરાશ ૨૩૧૯ મિમી કરતાં ૧૨૦.૧૫% વધુ છે. કોલાબામાં કુલ ૧૮૫૪ મિમી વરસાદ નોંધાયો છે, જે તેની વાર્ષિક સરેરાશ ૨૦૯૫ મિમીના ૮૮.૫૦% છે. મુંબઈ શહેરમાં સરેરાશ ૧૯૧૧.૫૯ મિમી વરસાદ નોંધાયો છે, જે વાર્ષિક સરેરાશના ૯૧.૨૫%છે. પૂર્વ ઉપનગરોમાં ૧૦૩.૧૦% અને પશ્ચિમ ઉપનગરોમાં ૧૦૧.૧૦% વરસાદ પડ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mira Bhayandar: મીરા-ભાઈંદરના રસ્તાઓની હાલક ખરાબ ઠેર ઠેર ખાડાઓ, ₹22 કરોડના ખર્ચ છતાં મામલો હાઈકોર્ટ પહોંચ્યો
છેલ્લા ૨૪ કલાક (૧૪ સપ્ટેમ્બર સવારે ૮ વાગ્યાથી ૧૫ સપ્ટેમ્બર સવારે ૮ વાગ્યા સુધી) દરમિયાન કોલાબામાં ૧૩૪.૪ મિમી અને સાંતાક્રુઝમાં ૭૩.૨ મિમી જેટલો ભારે વરસાદ પડ્યો હતો. કોલાબા વેધશાળાએ આગાહી કરી છે કે આગામી ૨૪ કલાકમાં મુંબઈ શહેરમાં અને ઉપનગરોમાં આકાશ આંશિક વાદળછાયું રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા થવાની પણ સંભાવના છે.