Site icon

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો રસ્તો સાફ, હાઈકોર્ટે ગોદરેજની અરજી ફગાવી..

thane borivali underground clears way high court dismisses lt plea

થાણે-બોરીવલી અંડરગ્રાઉન્ડ રોડ મોકળો થયો, બોમ્બે હાઈકોર્ટે આ એન્જીનીયરીંગ કંપનીની અરજી ફગાવી..

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો માર્ગ આખરે મોકળો થઈ ગયો છે.  બોમ્બે હાઈકોર્ટે ગોદરેજ એન્ડ બોઈસ કંપની લિમિટેડની અરજીને ફગાવી દીધી છે. કંપનીએ કોર્ટમાં અરજી કરી હતી કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન ગેરકાયદેસર છે. આ પ્રોજેક્ટ માટે મુંબઈના વિક્રોલી વિસ્તારમાં કંપનીની જમીન સંપાદન કરવાની હતી અને તેના માટે સરકારે રૂ. 264 કરોડનું વળતર ચૂકવવાનું નક્કી કર્યું હતું.

Join Our WhatsApp Community

હાઈકોર્ટે કહ્યું કે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય દ્રષ્ટિએ મહત્વનો છે અને લોકોના હિત સાથે જોડાયેલો છે. આ માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. જસ્ટિસ આરડી ધાનુકા અને જસ્ટિસ એમએમ સાથાયાની ડિવિઝન બેન્ચે કહ્યું કે, અરજદારે એવો કોઈ કેસ કર્યો નથી કે જેને અલગથી ધ્યાનમાં લેવા યોગ્ય હોય. આ પ્રોજેક્ટ લોકોના હિતમાં છે અને તે કોઈના અંગત હિત માટે નથી. આ પ્રકારનો આ પ્રથમ પ્રોજેક્ટ હશે. આથી અરજી ફગાવી દેવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : RILનું નવું વેન્ચર / મુકેશ અંબાણીની કંપનીએ લોન્ચ કર્યું ઈથેનોલ મિક્સ પેટ્રોલ, શું ઓછા થશે ભાવ?

કંપનીએ હાઈકોર્ટમાં રજૂ કરેલા અરજીમાં દાવો કર્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જમીન સંપાદન પ્રક્રિયા ‘ગેરકાયદેસર’ હતી અને તેમાં મોટાપાયે ગેરરીતિઓ હતી. કંપનીએ દાવો કર્યો હતો કે પહેલા તેને 572 કરોડનું વળતર આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેને ઘટાડીને 264 કરોડ કરી દેવામાં આવ્યું જે ઘણું ઓછું છે. જો કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કંપનીની દલીલને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે વિલંબને કારણે ખર્ચમાં વધારો થયો છે. તેથી કંપનીએ આ નિર્ણયને રદ કરવાની માંગણી કરી હતી. ઉપરાંત, કંપનીએ આ અરજીમાં કહ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે વિલંબ તેના કારણે નહીં, પરંતુ રાજ્ય સરકાર દ્વારા થયો છે.

મહત્વનું છે કે ગોદરેજ કંપનીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવેલી 10 હેક્ટર જમીન માટે રૂ. 264 કરોડનું વળતર નક્કી કરવાના રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કંપનીએ વાંધો ઉઠાવ્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે થયેલા સામાજિક ફેરફારોનો નિષ્ણાતો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો નથી. જો કે, રાજ્ય સરકારે આરોપ લગાવ્યો હતો કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જમીન સંપાદન પ્રક્રિયામાં ગોદરેજ અને બોઈસ કંપનીના વિરોધ અને તેમણે સંપાદન પ્રક્રિયામાં ઊભા કરેલા બિનજરૂરી અવરોધોને કારણે પ્રોજેક્ટ અટકી ગયો હતો. –   

lalbagh cha raja: લાલબાગ ચા રાજા વિવાદમાં પોલીસ આક્રમક, આ વ્યક્તિ પર કેસ થયો દાખલ
Mumbai Traffic: મુંબઈકરોને ટ્રાફિક જામથી મળશે રાહત, દહિસર ટોલનાકા ને લઈને લેવાયો આ નિર્યણ
Maharashtra Skill Department:કૌશલ્ય વિભાગમાં સ્વદેશી કન્સલ્ટન્સી કંપનીઓને જ પ્રાધાન્ય મળશે: મંત્રી લોઢા
Mumbai GRP: મુંબઈમાં જીઆરપીના 13 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, મુસાફરો પાસેથી ખંડણી વસૂલવાનો આરોપ
Exit mobile version