Site icon

Mumbai: ઘાયલ બાઈક સવારનો કેસ. બોમ્બે હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકા પાસેથી જવાબ માગ્યો, શા માટે રસ્તા પર 15 ફૂટનો ખાડો મોજુદ છે?

Mumbai: મુંબઈ શહેરમાં ઠેક ઠેકાણે ખાડા પડ્યા છે ત્યારે એક બાઈક સવારની પિટિશનને કારણે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ને હવે જવાબ આપવો પડશે.

Mumbai High Court Seeks BMC Chief’s Reply Over Motorcyclist’s Fall Into Pit

Mumbai High Court Seeks BMC Chief’s Reply Over Motorcyclist’s Fall Into Pit

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈ શહેરમાં હાલ ઠેક ઠેકાણે ખાડા પડેલા છે, મુંબઈ મેટ્રોનું ( Mumbai Metro ) કામ ચાલુ છે અને બીજી તરફ અનેક રસ્તાઓનું સમારકામ પણ ચાલી રહ્યું છે. ત્યારે પવઈ ( Powai ) વિસ્તાર ખાતે એક બાઈક સવાર નાના બાળકને બચાવવા જતાં 15 ફૂટ ખાડામાં પડ્યો.

Join Our WhatsApp Community

ખાડામાં પડ્યા બાદ તેને ગંભીર ઇજાઓ પહોંચી અને અત્યાર સુધી ત્રણ જેટલી સર્જરી કરાવ્યા બાદ પણ તે પૂર્ણ રીતે સ્વસ્થ થઈ શક્યો નથી. આ પરિસ્થિતિમાં તેણે બોમ્બે હાઈકોર્ટમાં ( Bombay High Court ) મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) વિરુદ્ધ એપ્લિકેશન દાખલ કરી છે. આ એપ્લિકેશન ના જવાબમાં બોમ્બે હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને નોટિસ જાહેર કરી છે અને જવાબ માંગ્યો છે કે રસ્તા પર ખાડો શા માટે મોજુદ હતો.

આ સમાચાર પણ વાંચો : Mumbai Air : મુંબઈનું હવામાન તો ઠંડુ થયું પણ પ્રદૂષણ વધી ગયું. હવાની ગુણવત્તા સૌથી ખરાબ.

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં દૈનિક ધોરણે સેંકડો લોકો માર્ગ અકસ્માતને ( Road accident ) કારણે ઘાયલ થાય છે. જોકે કોઈપણ વ્યક્તિ કોર્ટના દરવાજા સુધી પહોંચતું નથી. ત્યારે બોમ્બે હાઇકોર્ટમાં દાખલ થયેલી અરજી હવે બી એમ સી ને તકલીફમાં મૂકે તેવું લાગે છે.

Ocean Gold Konkan Offshore Sailing Race: ઓશન ગોલ્ડ કોંકણ ઓફશોર સેલિંગ નૌકા સ્પર્ધા : ગેટવે ઓફ ઇન્ડિયાથી ગોવા સુધીની 222 નોટિકલ માઇલની રોમાંચક રેસ!
Mumbai: મુંબઈમાં ભાષા વિવાદ ચરમસીમા પર, ગુજરાતી શખ્સે મરાઠી બોલવાની ના પાડી, સોશિયલ મીડિયા પર ગરમાવો!
Mumbai Local: બદલાશે મુંબઈ લોકલનો ચહેરો: સ્વયંસંચાલિત દરવાજાવાળી નોન-એસી ટ્રેન દોડાવવા કેન્દ્ર સરકારની તૈયારી
Mumbai: મુંબઈ મનપા ચૂંટણી પહેલા મોટો ફેરફાર: માલાડ-કુર્લામાં ૫૦% વોર્ડનો વધારો, શહેરમાં કુલ ૧૨.૬૭% નો વધારો!
Exit mobile version